કાર્તિક આર્યને ચીની બનાવટના મોબાઇલનો પ્રચાર કરવાનો કર્યો ઇન્કાર ?
- સોશિયલ મીડિયા પર તેણે ચાઇનિઝ ફોનના બદલે આઇફોન હાથમાં પકડીને તસવીર શેર કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.10 જુલાઈ 2020, શુક્રવાર
કાર્તિક આર્યન નવી પેઢીનો માનીતો કલાકાર બની ગયો છે. હાલ તે લોકડાઉનમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે તેમમજ સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તે ફેન્સને પોતાની તરફથી અપડેટસ આપતો જ રહે છે. કહેવાય છે કે તેણે ચાઇનિઝ મોબાઇલનો પ્રચાર કરવાનો ઇન્કાર કર્યો છે. એવું કહેવાય છે કે તે ચાઇનિઝ બ્રાન્ડનો પ્રચાર છોડનારો પ્રથમ એકટર બન્યો છે.
કાર્તિક આર્યન ચાઇનિઝ મોબાલિ ફોન ઓપ્પોનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તેને પ્રમોટ કરતો હતો. જોકે હવે એકટરે સત્તાવાર રીતે આની ઘોષણા કરી નથી. પરંતુ તેણે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર ગાથમાં ઓપ્પોના સ્થાને આઇફોનની તસવીર શેર કરી છે. રિપોર્ટસના અનુસાર, કાર્તિક આર્યને ભારત અને ચીન વચ્ચેના વધતા જતા વિવાદોને કારણે આ ડીલ કેન્સર કરી છે.
કાર્તિક બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે. તે દોસ્તાના ટુમાં જાહ્નવી કપૂર સાથે જોવા મળવાનો છે. જ્યારે ઓમ રાઉતની ફિલ્મમાં પણ કામ કરવાનો છે. છેલ્લી વાર ત ેઇમ્તિયાઝ અલીની લવ આજ કલમાં જોવા મળ્યો હતો.