Get The App

કાર્તિક આર્યન ગર્લફ્રેન્ડ પશ્મિના રોશન સાથે ફ્રાન્સમાં

Updated: Dec 29th, 2022

GS TEAM


Google News
Google News
કાર્તિક આર્યન ગર્લફ્રેન્ડ પશ્મિના રોશન સાથે ફ્રાન્સમાં 1 - image


- હૃતિક રોશનની કઝિન સાથે રોમાન્સ પૂરબહારમાં

- બંનએ હજુ સુધી સંબંધો અંગે મૌન રાખ્યું છે પરંતુ આ વર્ષે સગાઈ કરી લેશે તેવી અટકળો

મુંબઈ : એક્ટર કાર્તિક આર્યન તેની ગર્લફ્રેન્ડ પશ્મિના સાથે ફ્રાન્સ પહોંચ્યો છે. બંનેએ એકબીજાથી અલગ અલગ રીતે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેઓ બંને ફ્રાન્સમાં સાથે હોવાનું મનાઈ રહ્યું છે. 

કાર્તિક આર્યન અને હૃતિક રોશનની કઝિન પશ્મિના રોશન વચ્ચે અફેર ચાલતું હોવાની ચર્ચા બોલીવૂડમાં લાંબા સમયથી ચાલી રહી છે. સંગીતકાર રાજેશ રોશનની દીકરી પશ્મિના અને કાર્તિક અવારનવાર સાથે દેખાય છે. 

તાજેતરમાં પશ્મિનાએ ફ્રાન્સનો ફોટો શેર કર્યો હતો. તે પછી કાર્તિકે પણ તેની લગોલગ ફ્રાન્સથી ફોટો શેર કર્યો હતો. આથી, આ જોડી હાલ ફ્રાન્સમાં સાથે હોવાનું મનાય છે. બંનેએ પોતાના સંબંધો અંગે હજુ ફોડ પાડયો નથી પણ એવી ચર્ચા છે કે કાર્તિક આ વર્ષે પોતાની સગાઈ જાહેર કરી શકે છે. 

કાર્તિકનું અફેર અગાઉ સારા અલી ખાન સાથે અને તે પહેલાં જાહ્વની કપૂર સાથે પણ ચાલતું હતું.

Tags :