Get The App

કાર્તિક આર્યનને તેલુગુ અથવા તમિલ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા

Updated: Dec 6th, 2022

GS TEAM


Google News
Google News
કાર્તિક આર્યનને તેલુગુ અથવા તમિલ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા 1 - image


- જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ પર સઘળો આધાર

મુંબઇ : કાર્તિક આર્યન હાલ ઓટીટી પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ફ્રેડીના કારણે ચર્ચામાં છે. કાર્તિક યુવાપેઢી ્અને નિર્માતા-દિગ્દર્શકોની પ્રથમ પસંદગી બની ગયો છે. બોલીવૂડમાં કાર્તિક સફળ થઇ ગયો છે અન ેહવે તેને દક્ષિણની ફિલ્મોમાં કામ કરવું છે. 

હાલમાં એક  ઇન્ટરવ્યુ દરમિયાન કાર્તિક ેજણાવ્યું હતું કે, તે દરેક ભાષામાં કામ કરવા ઇચ્છુક છે. પરંતુ તેમાં ખાસ કરીને તે દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. એટલું જ નહીં તેને એક તેલુગુ અથવા તો તમિલ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. જોકે આ સઘળાનો આધાર ફિલ્મની સ્ક્રિપ્ટ પર હશે. 

કાર્તિકની આ વાત પછી લોકો અટકળ કરી રહ્યા છે કે, કાર્તિકે સાઉથની ફિલ્મ સાઇન કરી લીધી છે. 

કાર્તિકની હાલ ફ્રેડી રિલીઝ થઇ છે. આ પછી તેની શહજાદા, સત્યપ્રેમ કી કથા, આશિકી ૩ અને ફિલ્મ કેપ્ટન ઇન્ડિયા રિલીઝ થવાની છે. 

Tags :