Get The App

કાર્તિક આર્યન કબીર ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરીમાં શરૂ કરશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
કાર્તિક આર્યન કબીર ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરીમાં શરૂ કરશે 1 - image

- કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ એક સ્પોર્ટસ-એડવેન્ચર ફિલ્મ હશે

મુંબઇ : ચંદૂ ચેમ્પિયન પછી, કાર્તિકઆર્નય અને કબીર ખાન વધુ એક ફિલ્મ સાથે કરવાના છે. વિશ્વાસીય સૂત્રોનાઅનુસાર, કાર્તિક  અને કબીરની આ આગામી ફિલ્મ કાશ્મીરની પૃષ્ઠભૂમિ પરની એક સ્પોર્ટસ-એડવેન્ચર ફિલ્મ બનશે.કાર્તિક આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યો છે. તેમજ  ફિલ્મના પાત્ર માટે તેને શારીરિક રીતે પણ ઘણો બદલાવ કરવો પડશે.  આ ફિલ્મનું બજેટ ઘણુ ંવધુ હોવાની ચર્ચા  છે. ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરી મહિનામાં શરૂ કરવામાં આવશે અને નવ મહિનામાં એટલે કે ઓકટોબરમાં શૂટિંગઆટોપી લેવાની યોજના છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મનું શૂટિંગ દુનિયાભરના અસલી લોકેશનો પર કરવામા ંઆવશે. આ ફિલ્મને ૨૦૨૭માં રિલીઝ કરવાની યોજના છે. કબીર ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરીથીશરૂ કરીને ઓકટોબર મહિના સુધી વિવિધ લોકેશન્સ પર કરવાની યોજના કરી રહ્યો છે. 

કાર્તિક પુરા નવ મહિના આ ફિલ્મનું શૂટિંગ કરશે અને આ  પછી ભૂલ ભૂલૈયા ૪નું શૂટિંગ કરવાની યોજના કરી રહ્યો છે.