Get The App

કાર્તિક આર્યન મુન્નાભાઈ સ્ટાઈલની કોમેડી ફિલ્મ કરશે

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
કાર્તિક આર્યન મુન્નાભાઈ સ્ટાઈલની કોમેડી ફિલ્મ કરશે 1 - image

- નાગઝિલ્લાના નિર્માતાઓ સાથે નવી ફિલ્મ 

- રોમકોમને બદલે ફૂલફલેજ્ડ કોમેડી હશે અન્ય કલાકારોની હવે પછી જાહેરાત 

મુંબઇ : કાર્તિક આર્યન હવે એક ફૂલફલેજ્ડ કોમેડી ફિલ્મ કરવાનો  છે. આ ફિલ્મ સંજય દત્તની મુન્નાભાઈ સીરિઝ  જેવી ફિલ્મ હશે એમ કહેવાય છે. 

કાર્તિક આર્યન હાલ નાગઝિલ્લા નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ જ આ નવી કોમેડી જોનરની ફિલ્મની તેને ઓફર કરી છે. 

 કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જોવા મળશે તેવો  દાવો થઈ રહ્યો છે. 

આ  ફિલ્મના અન્ય કલાકારોની હવે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હાલ કાર્તિક આર્યન એક સાથે સંખ્યાબંધ  પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી શૂટિંગ શરુ થવામાં પણ વિલંબ થઈ શકે છે.