ચક દે ઈન્ડિયાના ડાયરેક્ટરની કેપ્ટન ઈન્ડિયા ફિલ્મમાં કાર્તિક આર્યન
- એરફોર્સ બેકગ્રાઉન્ડ પરની ફિલ્મ હશે
- ભારત ઉપરાંત મોરક્કોમાં શૂટિંગ કરાશે, 2027માં રીલિઝ કરવાનું પ્લાનિંગ
મુંબઇ : 'ચક દે ઈન્ડિયા', 'રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધી યર' તથા 'અબ તક છપ્પન' જેવી ફિલ્મો આપી ચૂકેલા ડાયરેક્ટર શિમિત અમીન વર્ષો બાદ ફરી એક ફિલ્મ 'કેપ્ટન પાયલટ' બનાવી રહ્યા છે.
આ ફિલ્મ સત્ય ઘટના પ્રેરિત હશે. તેમાં કાર્તિક એરફોર્સ પાયલોટની ભૂમિકા ભજવશે. શિમિત અમીને ફિલ્મનો સ્ક્રીન પ્લે ફાઈનલ કરી દીધો છે.
હવે બાકીની કાસ્ટ નક્કી થતાં ૨૦૨૬માં શૂટિંગ શરુ કરાશે. ભારત ઉપરાંત મોરક્કોમાં પણ ફિલ્મનું કેટલુંક શૂટિંગ હાથ ધરાશે. ફિલ્મ મોટાભાગે ૨૦૨૭માં રીલિઝ કરાશે. ૨૦૦૯માં 'રોકેટસિંહ: સેલ્સમેન ઓફ ધી યર' ફિલ્મ પછી શિમિતે મેઈન સ્ટ્રીમ બોલીવૂડ સિેનેમાંથી અંતર બનાવી લીધું હતું. જોકે, ૨૯૧૩ની 'શુદ્ધ દેશી રોમાન્સ'માં તેઓ કન્સલ્ટન્ટ તરીકે સામેલ થયા હતા. આ ઉપરાંત પાંચ વર્ષ પહેલાં આવેલી વેબ સીરિઝ 'એ સ્યુટેબલ બોય'ના એક એપિસોડનું દિગ્દર્શન તેમણે કર્યું હતું.