કાર્તિક આર્યને મધર્સ ડે પર મમ્મી સાથેની સેલ્ફી માટે માંગ્યા પૈસા, મમ્મીએ કરાઇ દીધી બોલતી બંધ
- કાર્તિક આર્યને મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો
નવી દિલ્હી, તા. 11 મે 2020, સોમવાર
કાર્તિક આર્યન લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ થઇ ગયા છે. 'પ્યાર કા પંચનામા' ફેમ કાર્તિક આર્યન પોતાના વીડિયોથી જનતામાં જાગરૂકતા લાવવાના પ્રયાસો કરતા રહે છે. એક્ટરની પોસ્ટને પણ ખૂબ જ લાઇક્સ અને કમેન્ટ્સ મળતા રહે છે. તાજેતરમાં જ મધર્સ ડે પર કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 'મધર્સ ડે' ના દિવસે બધાએ પોતાની મમ્મી સાથેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા પરંતુ કાર્તિક આર્યને પોતાની મમ્મી સાથે કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી ન હતી, જેના કારણે તેમના મમ્મી તેમના પર નારાજ થતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં કાર્તિક આર્યનને તેમના મમ્મી પૂછી રહ્યા છે કે, 'કોકી, મધર્સ ડે પર બધાએ તેમની મમ્મીઓ સાથે સેલ્ફી મુકી છે, તે હજુ સુધી મારી સાથે કોઇ સેલ્ફી કેમ નથી મુકી?' ત્યારે કાર્તિક જવાબ આપતા કહે છે કે, 'મમ્મી તને ખબર છે મને એક પોસ્ટ મુકવાના કેટલા લાખ મળે છે? આપશો?' ત્યારે કાર્તિકના મમ્મી તેમને ખખડાવતા કહે છે, 'એક લાત આપીશ. ભોપાલવાળી ફોઇ સવારથી બે વાર ફોન કરી ચુક્યા છે અને તે હજુ સુધી કોઇ પોસ્ટ મુકી નથી. ચુપચાપ મારી સાથેની એક સેલ્ફી મુક.'
કાર્તિક આર્યને આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે, 'માની મમતા'. એક્ટરની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. કાર્તિક આર્યન ટૂંક સમયમાં ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત કાર્તિક આર્યન 'દોસ્તાના 2'માં પણ જોવા મળશે અને તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જાહાન્વી કપૂર પણ હશે.. કાર્તિક આર્યન તાજેતરમાં સારા અલી ખાન સાથેની ફિલ્મ 'લવ આજકલ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને લોકોએ ઘણી પસંદ કરી હતી.