કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
- લૂકાછૂપી પછી લક્ષ્મણ ઉત્તેકરની નવી ફિલ્મ
- જોકે, બંને વ્યસ્ત હોવાથી નવી ફિલ્મનુ શૂટિંગ આવતાં વર્ષે શરૂ થાય તેવી ધારણા
મુંબઈ: કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા છે. લક્ષ્મણ ઉત્તેકરે અગાઉ તેમને લઈને 'લૂકાછૂપી ' ફિલ્મ બનાવી હતી. હવે ઉત્તેકર ફરી તેમને એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે કાસ્ટ કરી રહ્યા છે.
આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. જોકે, તેનું શૂટિંગ આવતાં વર્ષે જ શરુ થઈ શકે તેમ છે. કાર્તિક આર્યન હાલ 'નાગઝિલ્લા' તથા અન્ય ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે. બીજી તરફ ક્રિતી સેનન પણ રણવીર સિંહ સાથેની 'ડોન' ફિલ્મની હોડમાં છે અને તે આ રોલ મેળવવામાં સફળ થશે તો આગામી કેટલાક મહિનાઓ સુધી તે ડેટ્સ આપી શકશે નહિ.
જોકે,લક્ષ્મણ ઉત્તેકરની જ ફિલ્મ 'મીમી' થકી ક્રિતી સેનનને નેશનલ એવોર્ડ મળ્યો હતો આથી તે ઉત્તેકરની અન્ય એક ફિલ્મ કોઈપણ ભોગે છોડવા પણ ઈચ્છતી નથી.