Get The App

કાર્તિક -શ્રીલીલાની ફિલ્મનું ટીઝર એક મહિનામાં રીલિઝ થશે

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
કાર્તિક -શ્રીલીલાની  ફિલ્મનું ટીઝર એક મહિનામાં રીલિઝ થશે 1 - image


- મૂળ આ ફિલ્મ આશિકી થ્રી તરીકે બનવાની હતી

- 70 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું પણ ટાઈટલ હજુ નક્કી નહિ, દિવાળીએ રીલિઝ થશે

મુંબઈ : મૂળ 'આશિકી થ્રી' તરીકે  પ્લાન કરાયેલી કાર્તિક આર્યન અને શ્રીલીલાની મ્યુઝિકલ લવ સ્ટોરીનું ટીઝર આગામી એક માસમાં રીલિઝ થશે. 

આ ફિલ્મ ટી સીરિઝના ભૂષણ કુમાર બનાવી રહ્યા છે. 'આશિકી ' ટાઈટલ પર પોતાનો સુવાંગ અધિકાર હોવાની નિર્માતા મુકેશ ભટ્ટે આપેલી નોટિસ બાદ તેમણે આ ફિલ્મને 'આશિકી થ્રી' તરીકે ઓળખાવવાનું માંડી વાળ્યુું છે. આ ફિલ્મનું ગીત 'તુ મેરી જિંદગી હૈ, તુ મેરી આશિકી હ'ૈ મૂળમાં તો મહેશ ભટ્ટની આશિકી ફિલ્મનું લોકપ્રિય ગીત છે. જે હવે નવા રંગરૂપમાં રજૂ થશે તેમ મનાય છે.

 આ ફિલ્મ ૨૦૨૫ની  દિવાળીમાં રજૂ કરવામાં આવશે. શ્રીલીલાની આ પહેલી હિન્દી ફિલ્મ છ કાર્તિક અને અનુરાગ બાસુ હાલ આ ફિલ્મના ટીઝરને લોન્ચ કરવા માટે સતત વ્યસ્ત છે. 

રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું ટાઇટલ પણ ટીઝરની સાથે જ  રીલિઝ કરવામાં આવશે. 

Tags :