Get The App

કરિશ્મા કપૂરના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન, પોલો રમતા સમયે આવ્યો હાર્ટઍટેક

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
Sunjay Kapur

Sunjay Kapur has passed away : બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ અને બિઝનેસમેન સંજય કપૂરનું આજે ઈંગ્લેન્ડમાં નિધન થયું. તેઓ પોલો રમી રહ્યા હતા અને અચાનક જ મેદાન પર ઢળી પડ્યા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહીં. સંજય કપૂર જાણીતા બિઝનેસમેન હતા અને તેમને પોલો રમવાનો ખૂબ શોખ હતો.

કરિશ્મા કપૂર સાથે લીધા હતા છૂટાછેડા

સંજય કપૂર અને કરિશ્મા કપૂરના લગ્ન વર્ષ 2003માં થયા હતા, તેમના બે બાળકો છે- પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. વર્ષ 2016માં બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લેતા સમયે કરિશ્માએ સંજય કપૂર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કરિશ્માથી અલગ થયા બાદ સંજય કપૂરે વર્ષ 2017માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. 

કરિશ્મા કપૂરના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન, પોલો રમતા સમયે આવ્યો હાર્ટઍટેક 2 - image

છેલ્લી પોસ્ટમાં અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

નોંધનીય છે કે મૃત્યુના થોડા કલાકો પહેલા જ સંજય કપૂરે સોશિયલ મીડયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.