કરિશ્મા કપૂર બે સંતાનો સાથે દિલ્હી પહોંચી
- સ્વ. પતિ સંજય કપૂરની 30,000 કરોડની સંપત્તિ પરના વિવાદનું પરિણામ
મુંબઈ : સંજય કપૂરના અચાનક નિધન પછી તેની પત્ની પ્રિયા સચદેવ અને માતા રાની કપૂર વચ્ચે ૩૦,૦૦૦ કરોડની સંપતિ પર ઝઘડો શરૂ થઈ ગયો છે. તેવામાં કરિશ્મા પોતાના બે બાળકો સાથે દિલ્હી પહોંચી ગઈ છે.
જોકે અભિનેત્રીનું દિલ્હી પહોંચવાનું કારમ સ્પષ્ટ થયું નથી.
કરિશ્મા પોતાના બાળકો પુત્ર-પુત્રી કિયાન અને સમાયરાને લઈને દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી. તેને જોતા જ લોકો વિવિધ અટકળો કરી રહ્યા છે.
બુધવારે એક વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો હતો. જેમાં કરિશ્મા અને સંજય કપૂરના બાળકો સાથે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કરિશ્મા સાદા લુકમાં જોવા મળી હતી અને ચુપચાપ એરપોર્ટ પરથી પોતાની કારમાં બેસી ગઈ હતી.
ચર્ચા છે કે સંજયની પ્રોપર્ટીમાં કરિશ્માનો કોઈ હિસ્સો નથી, પરંતુ તેના બાળકો કિયાન અને સમાયરાના હક્ક છે.
સંજયની માતા રાણી કપૂર ૩૦ જૂન ૨૦૧૫ની વસિયતનો હવાલો આપીને સંપત્તિ પર પોતાની માલિકી ગણાવી રહી છે. તે સોના ગુ્રપના વધુ શેર પોતાના નામે ગણાવી રહી છે. જ્યારે સોના ર્મચસ્ટાર બોર્ડે સંજયની પત્ની પ્રિયાને કંપનીની નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવી દીધી છે. ઉપરાંત પ્રિયાએ સોશયલ મીડિયા પર પોતાનું નામ પ્રિયા સંજય કપૂર કરી નાખ્યું છે.