કરિશ્મા કપૂરે સ્વ. પતિ સંજય કપૂરની મિલ્કતમાં હિસ્સો માગ્યો
- સંજય કપૂરના પરિવારમાં પ્રોપર્ટી વિવાદના સંકેત
- છૂટાછેડા વખતે સંજયે કરિશ્માને 70 કરોડ આપ્યા હતા, સંતાનોના નામે 14 કરોડનાં બોન્ડ
મુંબઇ : કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું ગત ૧૨મી જૂને અવસાન થયા બાદ હવે કરિશ્માએ સ્વ. પતિની મિલ્કતોમાંથી કેટલોક હિસ્સો માગ્યો હોવાનું કહેવાય છે.
છૂટાછેડા વખતે સંજય કપૂરે કરિશ્માને ભરણપોષણ પેટે ૭૦ કરોડ રુપિયા આપ્યા હતા. સાથે સાથે સંતાનો સમાયરા અને કિયારા માટે ૧૪ કરોડના બોન્ડ આપ્યા હતા. તેમાંથી સંતાનોને વર્ષે ૧૦ લાખ રુપિયા મળે છે. તાજેતરમાં સંજય કપૂરનાં માતા રાણી કપૂરે પુત્રના મોત પછી સંપત્તિની ખોટી રીતે હેરફેરના આક્ષેપો કર્યા છે. તેમના દાવા મુજબ પુત્રના મોત પછી તેમની પાસે કેટલાક દસ્તાવેજો પર ખોટી રીતે સહી કરાવી લેવામાં આવી છે. તેમના આ દાવા બાદ પરિવારમાં સંપત્તિની વહેંચણી મુદ્દે ખટરાગ થવાની સંભાવના છે. જોકે, કરિશ્માએ હજુ સુધી આ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. કરિશ્મા અને સંજયના લગ્ન ૨૦૦૩માં થયા હતા અને ૨૦૧૬માં તેમણે છૂટાછેડા લીધા હતી. તે વખતે સંજયે મુંબઈની એક પ્રોપર્ટી પણ કરિશ્માના નામે કરી હતી.