Get The App

Singham Againથી કરીના કપૂરનો ફર્સ્ટ લુક રિવીલ, લોકોએ કહ્યું- 'આ ફિલ્મ છે કે પીએમ રોજગાર યોજના'

Updated: Nov 8th, 2023

GS TEAM


Google News
Google News
Singham Againથી કરીના કપૂરનો ફર્સ્ટ લુક રિવીલ, લોકોએ કહ્યું- 'આ ફિલ્મ છે કે પીએમ રોજગાર યોજના' 1 - image


                                                      Image Source: Instagram 

મુંબઈ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને પણ રોહિત શેટ્ટીનું ક્રોપ યુનિવર્સ જોઈન કરી લીધુ છે અને રણવીર સિંહે સિંઘમ અગેનથી તેનું ફર્સ્ટ લુક પોસ્ટર રિવીલ કર્યુ છે. પોસ્ટરમાં કરીના કપૂર ખાન હાથમાં બંદૂક પકડેલી નજર આવી રહી છે અને તેની પાછળ બેટલ જોનમાં ઘણી બધી પોલીસ ફોર્સ નજર આવી રહી છે. રણવીર સિંહે આ પોસ્ટરને શેર કરતા લખ્યુ, 'ખૂંખાર'. જેની પર નજર રોકાઈ જાય તે કરીના કપૂર ખાન 'અવની'ના પાત્રમાં.

દીપિકા પાદુકોણને કરશે જોઈન

કરીના કપૂરની એન્ટ્રી બાદ હવે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ વધુ મોટી થઈ ચૂકી છે. સિંઘમ અગેનમાં કરીના કપૂર, અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર અને દીપિકા પાદુકોણને જોઈન કરશે. આ એક્શન એપિક લેવલ હશે. 

વિક્કી અને ટાઈગર શ્રોફ પણ સાથે હશે

સિંઘમ અગેનની કાસ્ટને રોહિત શેટ્ટીએ આ વખતે ખૂબ મોટી કરી છે અને ટાઈગર શ્રોફ અને વિક્કી કૌશલ પણ અજય દેવગનને જોઈન કરશે પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકશે એ જોવુ રસપ્રદ રહેશે. 

લોકોએ ખૂબ કમેન્ટ કરી

કરીના કપૂર ખાનના કોપ લુક પર લોકોએ રિએક્શન કર્યા તો એક યૂઝરે કમેન્ટ કરી, અરે યુનિવર્સ બનાવી રહ્યા છે કે ભંડારો થઈ રહ્યો છે. સૌને લાવતા જઈ રહ્યા છે. એક અન્યએ લખ્યુ, બધાનો કેમિયો તો રિવીલ કરી દીધો. 

આ ફિલ્મ છે કે PM રોજગાર યોજના

એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યુ, આ ફિલ્મ છે કે પ્રધાનમંત્રી રોજગાર યોજના. એક શખ્સે લખ્યુ, નેક્સ્ટ એન્ટ્રી ક્યાંક મારી ન થઈ જાય આ ફિલ્મમાં. એક યૂઝરે લખ્યુ, હુ એક્સાઈટેડ છુ કેમ કે દીપિકા પાદુકોણ અને કરીના સાથે જોવા મળશે. 

Tags :