કરીના કપૂરે ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' માં ભજવેલા તેના પાત્રને 'આઈકોનિક કેરેક્ટર' ગણાવ્યુ
મુંબઈ, તા. 29 માર્ચ 2023 બુધવાર
બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરનું 'પૂ' નું પાત્ર ખૂબ ચર્ચામાં રહ્યુ. તેણે ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં આ રોલ નિભાવ્યો હતો. જે લોકોને ખૂબ પસંદ આવ્યો. 22 વર્ષ બાદ પણ કરીના કપૂરનું આ પાત્ર આજે પણ લોકોને યાદ છે અને લોકો ઘણીવાર પૂ ની નકલ કરતા જોવા મળે છે. હવે એક્ટ્રેસનું કહેવુ છે કે કોઈ પણ પૂ નું પાત્ર નિભાવી શકે નહીં અને તેને રીક્રિએટ પણ કરવુ જોઈએ નહીં.
આઈકોનિક કેરેક્ટર હતુ 'પૂ'
કરીના કપૂરે કહ્યુ પૂ એક આઈકોનિક કેરેક્ટર હતુ. અમુક કેરેક્ટર્સને ટચ કરવુ જોઈએ નહીં. જે જેવા છે તેને તેમ જ પ્રેમ કરવો જોઈએ. કોઈ પણ પૂ નો રોલ કરી શકે નહીં અને તેવુ કરવુ પણ ના જોઈએ. આ સિવાય કરીના કપૂરે બોલે ચૂડિયાં ના આઉટફિટને ટ્રેન્ડમાં લાવવાની વાત કહી.
કરીના કપૂરની આગામી ફિલ્મો
હવે કરીના કપૂર ટૂંક સમયમાં જ 'ધ ક્રૂ' નું શૂટિંગ શરૂ કરવાની છે. આ મૂવીમાં કરીના સિવાય કૃતિ સેનન અને તબ્બુ જોવા મળશે. આને રિયા કપૂર અને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે. કરીના કપૂરની પાસે હંસલ મહેતાની ફિલ્મ પણ છે, જે આ વર્ષે થિયેટરમાં જોવા મળશે.