Get The App

43 વર્ષની થઈ કરીના કપૂર ખાન, અડધી રાત્રે કર્યું સેલિબ્રેશન, કરિશ્માએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
43 વર્ષની થઈ કરીના કપૂર ખાન, અડધી રાત્રે કર્યું સેલિબ્રેશન, કરિશ્માએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો 1 - image

Image: karishma kapoor Instagram 

નવી મુંબઇ,તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરુવાર 

કપૂર પરિવારની પ્રિય અને પટૌડી પરિવારની પુત્રવધૂ, અભિનેત્રી કરીના કપૂર ખાન આજે પોતાનો ખાસ દિવસ ઉજવી રહી છે. બેબો આજે 43 વર્ષની થઈ ગઈ છે અને તે પોતાના પરિવાર સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી રહી છે. 

બેબોનો જન્મદિવસ રાત્રે પટૌડી પેલેસમાં ઉજવવામાં આવ્યો હતો, જેની તસવીરો સામે આવી રહી છે. અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસ માટે પટૌડી પેલેસમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. કરીનાના 43માં જન્મદિવસ પર અભિનેત્રી કરિશ્મા કપૂર તેની બહેનના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળી હતી. 

બર્થ ડે કરિનાએ સૈફ અલી ખાન સાથે નહીં પણ બહેન કરિશ્મા કપૂર સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જેના ફોટો કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુક્યા હતા. બંને બહેનોનો ફોટોમાં એક અલગ બોન્ડ જોવા મળ્યો હતો. અભિનેત્રી કરીના કપૂર ખાને બર્થ ડે પર એક મોટી કેક કાપી હતી.

આ ફોટોમાં કરીના કેક કાપતી વખતે સિમ્પલ દેખાઈ રહી છે. આ સાથે કરિશ્મા કપૂરે બેબોને શુભેચ્છા પાઠવતી એક સુંદર પોસ્ટ પણ લખી છે. તેને અભિનંદન આપતાં કરિશ્માએ લખ્યું કે, 'મારી લાઈફલાઈનને જન્મદિવસની શુભેચ્છા.

43 વર્ષની થઈ કરીના કપૂર ખાન, અડધી રાત્રે કર્યું સેલિબ્રેશન, કરિશ્માએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો 2 - image આ કેક પણ સ્પેશયલ હતી કારણ કે, તે એકટ્રેસની આવનારી ફિલ્મને લઇને હતી. કેક પર હમારી જાને જાન જન્મદિન મુબારક લખેલુ હતુ. આ ફિલ્મમાં કરીના વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે લીડ રોલમાં જોવા મળશે. જે નેટફ્લિક્સ પર કરિનાના બર્થ ડે પર રિલીઝ થઇ છે.


Tags :