એરપોર્ટમાં સિક્યોરિટી ચેક વિના ઘૂસવાનો કરણનો પ્રયાસ
- સુરક્ષા જવાને પાછા આવવા ફરજ પાડી
- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં નેટિઝન્સએ ભારે ઝાટકણી કાઢી
મુંબઇ : કરણ જોહરે મુંબઈ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકની પરવા કર્યા વિના અંદર દાખલ થવાનો પ્રયાસ કરતાં ભારે ટ્રોલ થયો હતો.
કરણ જોહર હાલ પોતાના કામ માટે મુંબઇની બહાર જવા માટે૨૧ માર્ચના રોજ મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પરંતુ તે સિક્યોરિટી ચેકમાંથી પસાર થયા વિના જ અંદર જતો રહ્યો હતો.એક સુરક્ષા જવાને કરણને પાછા વળવાની ફરજ પાડી હતી.
સુરક્ષા ગાર્ડે તેને રોકીને તેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પછીથી કરણે પોતાના અને તેના સિક્યોરિટી ગાર્ડના ડોક્યુમેન્ટસઆઇડી અને ટિકીટ દાખવ્યા હતા. આ તપાસ થયા પછી જ કરણને એરપોર્ટની અંદર દાખલ થવા દેવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો વાયરલ થતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ લખ્યું છે કે બોલીવૂડમાં કરણ જોહર પોતાનું ધાર્યું કરતો હશે પરંતુ દરેક જગ્યાએ તે પોતે બહુ વિશેષાધિકાર ધરાવે છે તેવો વર્તાવ કરી શકે નહીં.