Get The App

કરણ જોહરની બર્થ ડે પાર્ટી બોલિવુડમાં સુપર સ્પ્રેડર બની: 50થી વધુ કોવિડ પોઝિટિવ

Updated: Jun 5th, 2022

GS TEAM

Google News
Google News
કરણ જોહરની બર્થ ડે પાર્ટી બોલિવુડમાં સુપર સ્પ્રેડર બની: 50થી વધુ કોવિડ પોઝિટિવ 1 - image


મુંબઈ, તા. 05 જૂન 2022, રવિવાર

મુંબઈમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના કેસો વધી રહ્યા છે. બોલિવુડમાં પણ અક્ષય કુમાર, સંગીતકુમાર પ્રીતમ અને કાર્તિક આર્યન કોવિડ પોઝિટિવ થઈ ચૂક્યા છે. પરંતુ, વાસ્તવમાં હાલ બોલિવુડમાં કોવિડ પોઝિટિવ સ્ટાર્સની સંખ્યા વધારે મોટી છે અને કરણ જોહરની બર્થ ડે પાર્ટી સુપર સ્પ્રેડર બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

કરણ જોહરે તેનો 50મો જન્મદિન ગઈ તા. પચ્ચીસમી મે ની રાતે એક આલાગ્રાન્ડ પાર્ટી સાથે મનાવ્યો હતો. યશરાજ સ્ટુડિયોનો એક આખો ફ્લોર આ પાર્ટી માટે બૂક કરાયો હતો અને ત્યાં એક કરોડથી વધુની કિંમતનો સેટ બનાવાયો હતો. આ પાર્ટીમાં બોલિવુડના હુઝ હુ કહી શકાય તેવા તમામ સ્ટાર્સ ઉમટયા હતા. શાહરૂખ, સલમાન, આમીર, હૃતિક રોશન, વિકી કૌશલ, સૈફ અલી ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ઐશ્વર્યા રાય  જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, કિયારા અડવાણી, માધુરી દીક્ષિત સહિતના નવાજૂના કલાકારોનો મેળાવડો જામ્યો હતો. 

કરણ જોહરની બર્થ ડે પાર્ટી બોલિવુડમાં સુપર સ્પ્રેડર બની: 50થી વધુ કોવિડ પોઝિટિવ 2 - image

હવે આ આખી પાર્ટી સુપર સ્પ્રેડર  ઇવેન્ટ  બની છે અને તેમાંથી આશરે 50થી વધુ લોકો કોવિડ પોઝિટવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાર્તિક આર્યન પોતે આ પાર્ટીમાં હાજર રહ્યો ન હતો કારણ કે દોસ્તાના ટૂમાં કરણ જોહરે તેની હકાલપટ્ટી કર્યા બાદ કાર્તિક ધર્મા પ્રોડક્શનની છાવણીમાંથી આઉટ થઈ ગયો છે. પરંતુ, કાર્તિકને આ પાર્ટીમાં હાજર અન્ય સ્ટારને કારણે ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. 

આ પાર્ટીમાં હાજર કેટલાય લોકોએ વીતેલાં સપ્તાહ દરમિયાન પ્રમોશન સહિત જુદી જુદી ઈવેન્ટમાં ભાગ લીધો છે. કેટલાય કલાકારો આઈફા એવોર્ડમાં ભાગ લેવા માટે અબુધાબી પહોંચ્યા છે. હવે બોલિવુડમાં કોરોના વકરશે તો ફરી પ્રમોશન્સ અને શૂટિંગ સહિતની પ્રવૃત્તિઓ પર માઠી અસર થઈ શકે છે. 

કરણ જોહરની પાર્ટી કોવિડને કારણે બીજીવાર ચર્ચામાં આવી છે. અગાઉ ગયાં વર્ષે ડિસેમ્બરમાં પણ કરણ જોહરે એક ડીનર પાર્ટી હોસ્ટ કરી હતી તેમાં કરીના કપૂર સહિતના સ્ટાર્સને કોવિડનો ચેપ લાગ્યો હતો.

Tags :