ઉર્ફી જાવેદના કટઆઉટ ડ્રેસની કરણ જોહરે મજાક ઉડાવી, રણવીર સિંહે કહ્યું- તે 'ફેશન આઈકોન' છે

Updated: Jul 8th, 2022

મુંબઈ, તા. 08 જુલાઈ 2022, શુક્રવાર

કોફી વિથ કરણની 7મી સીઝન શરૂ થઈ ગઈ છે. કરણ જોહરે પોતાના શો શરૂઆત રણવીર સિંહ અને આલિયા ભટ્ટથી કરી છે. શોમાં બંને એક્ટર્સએ પોતાના અંગત જીવન અંગે તમામ જણાવ્યું હતુ. સાથે જ તેમના અંગત જીવન અંગે તમામ ચાહકો જાણવા ઉત્સુકતા ધરાવે છે. આ દરમિયાન શોમાં સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં રણવીર સિંહે તેને 'ફેશન આઈકોન' કહ્યું હતું.  તે જ સમયે, કરણ જોહર ઉર્ફીના કટઆઉટ ડ્રેસની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો.

બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં જોવા મળી છે. જ્યારે કોફી વિથ કરણ 7માં તેના નામની ચર્ચા થઈ હતી. હાલમાં હોલીવુડ ડિઝાઈનર હેરિસ રીડ દ્વારા વખાણ કર્યા બાદ અભિનેત્રીની સાર્ટોરિયલ પસંદગીઓ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સિવાય અન્ય કોઈના ધ્યાને ન આવી.

જોકે, શોમાં એક ફન સેગમેન્ટ દરમિયાન કરણ જોહરે રણવીર સિંહને પશ્ન કર્યો અને પૂછ્યું હતું કે, કયા સેલેબએ ખૂબ જ ઝડપી આઉટફિટ રિપીટ કર્યો છે? તેના જવાબમાં રણવીર સિંહે બિંદાસ અંદાજમાં ઉર્ફી જાવેદનું નામ લીધું હતું. ઉર્ફીનું નામ સાંભળીને કરણ હસવા લાગ્યો અને આલિયા ચોંકી ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ તેનું ખરાબ સ્વપ્ન હશે. બાદમાં રણવીરે કહ્યું કે, હા ઉર્ફી નવી ફેશન 'ફેશન આઈકોન' છે. કરણ જોહરે રણવીરને બચાવતા કહ્યું હતું કે, 'ઉર્ફી પાસે હંમેશા નવા કટ્સ હોય છે'.

    Sports

    RECENT NEWS