Get The App

કરણ જોહર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે નવા ચહેરા લાવવાની તૈયારીમાં

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
કરણ જોહર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે નવા ચહેરા લાવવાની તૈયારીમાં 1 - image

- નિર્માતા 500 ઓડિશન પછી એક યુવક અને યુવતીને લોન્ચ કરશે

મુંબઇ: કરણ જોહક નેપોટિઝમને સપોર્ટ કરતો હોવાનો આરોપ તેના પર મુકવામાં આવતો હોય છે.તે મોટા ભાગે પોતાની ફિલ્મોમાં  સ્ટારકિડસને જ લોન્ચ કરતો હોય છે. 

આ બાબતે  નિર્માતા વારંવાર સોશયલ મીડિયા પર વારંવરા તે ટ્રોલ પણ થતો હોય છે. 

જોકે હવે તે એક એવી ઘોષણા કરવાનો છે જેને સાંભળીને લોકો ચોંકી જશે.કરણ જોહરે ૫૦૦ ઓડિશન પછી એક યુવક અને યુવતીને પોતાના આગામી પ્રોજેક્ટ માટે પસંદ કર્યા છે. 

કરણ જોહરનું ધર્મા પ્રોડકશન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમે નવા ચહેરા લાવવાની તૈયારીમાં છે. 

સ્ટૂડિયો સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, આ બે નવા ચહેરામાં એક યુવકઅને યુવતી છે જેમને ૫૦૦થી વધુ  ઓડિશન લીધા પછી પસંદ કરવામાં આવ્યા છે. તે બન્ને કલાકાર ઇન્ડસ્ટ્રીની બહારના છે. તેમને અભિનય અથવા ફિલ્મ જગતનો કોઇ અનુભવ નથી. 

તેમનું સિલેકશન સંપૂર્ણ રીતે તેમની સ્વાભાવિક સ્ક્રીન પ્રેઝન્સ,કરિશ્મા અને દર્શકો સાથે ભાવનાત્મક રીતે જોડવાની ક્ષમતાના આધાર પર કરવામાં આવ્યા છે. 

બન્ને નવોદિતોની ઓળખ હાલ સીક્રેટ રાખવામાં આવી છે. ધર્મા પ્રોડકશ તેમને લોકોની સામે લાવવાની તૈયારી કરી રહ્યું છે.