Get The App

કરણ જોહર પણ પર્સનાલિટી રાઈટ્સ માટે હાઈકોર્ટમાં

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
કરણ જોહર પણ પર્સનાલિટી રાઈટ્સ માટે હાઈકોર્ટમાં 1 - image


- અભિષેક અને ઐશ્વર્યાને પગલે અરજી 

- કરણ જોહરના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનો દાવો

મુંબઇ : ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના  પર્સનાલિટી રાઈટ્સની  સુરક્ષા માટે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.હજુ ગયાં સપ્તાહે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનન દ્વારા પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. 

કરણ જોહરની અરજીમાં જણાવાયું હતું કે  તેના  નામે લોકો પાસેથી ભંડોળ માંગવામાં આવી રહ્યું છે. તેના નામનો દુરપયોગ થઇ રહ્યો છે. અદાલતમાં કરણ જોહરની અનુમતિ વગર આ કાર્ય થઇ રહ્યાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા. 

કરણ જોહરની સંમતિ વિના તેની તસવીરો ડાઉન લોડ કરી તેનો કમર્શિઅલ ઉપયોગ તથા અન્ય બાબતો તરફ પણ અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમજ વિભિન્ન સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેના નામના ઘણા પેજ પણ હોવાનું  દર્શાવાયું હતું. 

Tags :