Get The App

કન્નડ એક્ટર સૂરજ કુમારને નડ્યો ગંભીર અકસ્માત, જીવ બચાવવા ડોક્ટર્સે અભિનેતાનો પગ કાપવો પડ્યો

Updated: Jun 27th, 2023

GS TEAM

Google News
Google News
કન્નડ એક્ટર સૂરજ કુમારને નડ્યો ગંભીર અકસ્માત, જીવ બચાવવા ડોક્ટર્સે અભિનેતાનો પગ કાપવો પડ્યો 1 - image


                                                  Image Source: Twitter

મુંબઈ, તા. 27 જૂન 2023 મંગળવાર

સિનેમાજગતથી ચોંકાવનારી ખબર સામે આવી છે. 24 વર્ષીય ધ્રૂવનના નામથી ફેમસ એક્ટર સૂરજ કુમારનું રોડ એક્સિડન્ટ થયુ છે. આ અકસ્માત એટલો વધુ ગંભીર હતો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરની હાલત ખૂબ ગંભીર છે.

મળતી માહિતી અનુસાર સૂરજ કુમાર ગત 24 જૂને મૈસૂરથી ગુંડલુપર હાઈવેથી જઈ રહ્યા હતા. સૂરજ બાઈક પર હતા અને પાસેથી પસાર થતા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક્ટરનું બેલેન્સ બગડ્યુ અને તેઓ બાઈક સહિત લારી સાથે ટકરાઈ ગયા. આ એક્સિડન્ટમાં સૂરજની હાલત ખૂબ વધુ ખરાબ થઈ ગઈ. ઘણી ગંભીર ઈજા પણ પહોંચી જે બાદ એક્ટરને તાત્કાલિક મૈસૂરના મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એક્ટર બાઈક પર મૈસૂરથી ઊંટી જઈ રહ્યા હતા. સૂરજની હાલત ખૂબ વધુ ગંભીર હતી. સૂરજનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ અભિનેતાનો જમણો પગ કાપવો પડ્યો. 

સૂરજ કુમાર અત્યારે પ્રિયા પ્રકાશ વારિયર સાથે રથમ નામના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા પરંતુ અચાનક થયેલા કાર એક્સિડન્ટે બધુ જ બદલી દીધુ. હાલ એક્ટરની હાલત ક્રિટિકલ છે. એક્ટરના કાર અકસ્માતની માહિતી મળતા જ સૌ કોઈ આઘાતમાં છે. તેમના ચાહકો પણ ખૂબ પરેશાન છે અને એક્ટરના જલ્દી જ સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Tags :