Get The App

કંગના રનોત અયોધ્યા રામ મંદિર પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન કરશે

- તેનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'અપરાજિતા અયોધ્યા' હશે

Updated: Jun 8th, 2020

GS TEAM

Google News
Google News
કંગના રનોત અયોધ્યા રામ મંદિર પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન કરશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 જૂન 2020, રવિવાર

કંગના રનૌત એકટિંગ ફરરાંત દિગ્દર્શન પણ કરી રહી છે. તેણે પોતાની ફિલ્મ મણિકર્ણિકા ઃ ધ ક્વીન ઓફ ઝાંસીનું ડાયરેકશન પણ કર્યું હતું. હાલમાં જ તેણે પોતાના આગામી પ્રોજેક્ટ અપરાજિતા અયોધ્યા બાબતે વાતચીત કરી હતી. 

અપરાજિતા અયોધ્યા ફિલ્મ રામ મંદિર પર આધારિત હશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ બાહુબલી ફિલ્મ લખનારા સ્ક્રિપ્ટ રાઇટર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. આ ફિલ્મની વાર્તા રામ મંદિર સંબંધિત હશે અને તેનું ડાયરેકશન કંગના કરવાની છે. 

કંગનાએ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે, હું તો આ ફિલ્મનું ફક્ત નિર્માણ જ કરવા માંગતી હતી, પરંતુ વિજયેન્દ્રએ બહુ જ સુંદર સ્ક્રિપ્ટ લખી છે, અમે મને લાગે છે આ એક ભવ્ય ફિલ્મ બની શકે એમ છે. જેમાં ઐતિહાસિક બાબતોનો પણ ઉલ્લેખ છે. અને આવું કામ હું પહેલા પણ કરી ચુકી છું. તેથી મારા ભાગીદારો ઇચ્છે છે કે આ ફિલ્મનું દિગ્દર્શન પણ હું જ કરું.

આ ફિલ્મમાં તે કામ કરવાની છે કે નહીં તેના વિશે કંગનાએ કોઇ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેના નજીકના લોકોનું માનવું છે કે તે આ ફિલ્મના દિગ્દર્શન પર જ પૂરતું ધ્યાન આપશે. 

Tags :