ટ્વિટર પર પરત ફરતા જ કંગનાનો આક્રમક અંદાજ જોવા મળ્યોઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ભડકી એક્ટ્રેસ

Updated: Jan 25th, 2023


- કળાની સફળતા પૈસાથી માપવામાં આવે છે તે મૂર્ખતા છેઃ કંગના 

મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

કંગના રનૌત મંગળવારના રોજ ટ્વિટર પર પાછી આવી ગઈ છે. તેમણે ટ્વિટરના માધ્યમથી પોતાની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'ની શૂટિંગ પૂરી થવાની જાણકારી આપી હતી. જો કે ટ્વિટર પર પાછા આવ્યા બાદ તેણે એક વખત ફરીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિરોધમાં બોલવાનું શરૂ કરી દીધું છે. તેણે ટ્વિટ કર્યું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રી મૂર્ખ છે. તેનું કહેવું છે કે જ્યાં કળાની સફળતા કથિત રીતે મળેલા પૈસાથી માપવામાં આવે છે તે મૂર્ખતા છે. ઉલ્લેખનીય છે કે આજે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મે બુધવારના રોજ રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. ત્યારબાદ કંગનાએ ટ્વિટર પર ટીપ્પણી કરી છે. જો કે આ ટિપ્પણી પઠાણને અનુલક્ષીને નથી. 

કંગનાએ લખ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલી તુચ્છ અને મૂર્ખ છે કે જ્યારે પણ તેઓ કોઈ પ્રયાસ/સર્જન/કળાની સફળતાને રજૂ કરવા માંગે છે ત્યારે તે તમારા ચહેરા પર પૈસાના આંકડા ફેંકે છે જાણે કે કળાનો બીજો કોઈ હેતું જ નથી. આ તેમના નિમ્નકક્ષાના સ્તરો અને તેઓ જે જીવન જીવે છે તે દર્શાવે છે. 

કંગનાએ ત્યારબાદ લખ્યું હતું કે, પહેલા કળા મંદિરોમાં ખીલતી હતી, પછી સાહિત્ય/થિયેટર અને ત્યારબાદ સિનેમાઘરો સુધી પહોંચી ગઈ. આ એક બિઝનેસ છે પરંતુ અન્ય બિલિયન/ટ્રિલિયન ડોલરોના વ્યવસાયોની જેમ મોટ આર્થિક નફા માટે બનાવવામાં આવી નથી. તેથી કળા/કલાકારોની પૂજા કરવામાં આવે છે ઉદ્યોગપતિઓ કે અબજોપતિઓની નહીં. તેણે વધુમાં કહ્યું હતું કે, જો કલાકારો દેશની કળા અને સંસ્કૃતિને પ્રદૂષિત કરવામાં લાગેલા હોય તો પણ તેમણે નિર્લજ્જતાથી નહીં પરંતુ રીતથી કરવું જોઈએ. 

કંગનાઓ ત્યારબાદ કહ્યું હતું કે માત્ર પૈસા કમાવવાના બહાનાની જગ્યાએ તેમણે ઉજવણી કરવી જોઈએ કે સિનેમા કેવી રીતે એક ભવ્ય સામુદાયિક અનુભવ છે. તે લોકોને એકસાથે લાવે છે. કોવિડ બાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગ પાછળ ધકેલાઈ રહ્યો છે અને દરેક વ્યક્તિ આશા રાખે છે તથા તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. કળાની પાસે ઘણુ બધુ છે, ભલે તે ઓછુ હોય. આપણે કલાકારોએ બિઝનેસમેનની જેમ બોલવું કે વિચારવું ન જોઈએ. આપણે કળા અને વિદ્યાની પ્રવિત્રતા જાળવવી જોઈએ. તે જે પણ પૈસા લાવે છે તે લોકોના પ્રેમનું પરિણામ છે અને ઈચ્છો તો કોઈ પણ બિઝનેસ વેબસાઈટો પર જઈ શકે છે, ઘણા બધા છે અને ત્યાં કમાયેલા પૈસા વિશે જાણી શકે છે. 

તેણે એ પણ કહ્યું હતું કે આપણે શહેરમાં કમાયેલા પૈસાના આંકડા સાથે પોસ્ટર છાપવાની અને પોસ્ટરો લગાવવાની શી જરૂર છે? શું આપણે એટલા માટે ફિલ્મો બનાવીએ છીએ? તે આપણે નથી, તે તાજેતરનું વલણ છે. એક ખરાબ મન આખી સિસ્ટમને પ્રદૂષિત કરી શકે છે. આપણે ક્યાં ખોટું કર્યું છે તે સુધારવાની જરૂર છે અને પછી ઉભા થઈને ચમકવું જોઈએ. 

    Sports

    RECENT NEWS