Get The App

આલિયા ભટ્ટની 'જિગરા'ની પહેલા દિવસની કમાણી માત્ર 4.25 કરોડ રૂપિયા, કંગના રણૌતે માર્યો ટોણો

Updated: Oct 12th, 2024

GS TEAM

Google News
Google News
Kangana Ranaut Cryptic Post about Jigra


Kangana Ranaut Cryptic Post about Jigra Film Viral: આલિયા ભટ્ટ, વેદાંગ રૈના અને મનોજ પાહવાની ફિલ્મ 'જિગરા'નું પહેલા દિવસની કમાણી માત્ર રૂ. 4.25 કરોડ જ રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર કંગનાની પોસ્ટને યુઝર્સ જિગરા ફિલ્મ સાથે કનેક્ટ કરી રહ્યા છે. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં કોઈનું નામ લીધા વગર જ કંગનાએ ટોણો માર્યો હતો. 

જિગરા ફિલ્મની પહેલા દિવસની કમાણી 

11 ઓકટોબરે થિયેટરમાં બે ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં એક ફિલ્મ રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' અને બીજી ફિલ્મ કરણ જોહરના પ્રોડકશનમાં બનેલી 'જિગરા' નો સમાવેશ થાય છે. જેમાં જિગરાએ પ્રથમ દિવસે રૂ. 4.25 કરોડની કમાણી કરી છે. 

આલિયા ભટ્ટની 'જિગરા'ની પહેલા દિવસની કમાણી માત્ર 4.25 કરોડ રૂપિયા, કંગના રણૌતે માર્યો ટોણો 2 - image

કંગનાએ માર્યો ટોણો 

કંગનાએ સોશિયલ મીડિયાપર સ્ટોરી પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'જ્યારે તમે વૂમન સેન્ટ્રિક ફિલ્મોને નષ્ટ કરો છો અને એ સુનિશ્ચિત કરો છો કે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી ન કરી શકે તો તે કમાણી નથી જ કરી શકતી. પછી ભલે તમે પોતે તેને બનાવો છો. ફરીથી વાંચો. ધન્યાવાદ.'

આ પણ વાંચો: VIDEO : વિદ્યા બાલને કાર્તિક આર્યનનું ગળું દબાવ્યું, 'મંજુલિકા' સામે 'રુહ બાબા' લાચાર

જો કે કંગનાએ આ સ્ટોરી શેર કરતી વખતે આલિયાનું કે જિગરા ફિલ્મના નામનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. પરંતુ કંગનાની સ્ટોરી જિગરા ફિલ્મનું કલેક્શનનો ટાઈમ સમાન હોવાથી લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ વાત આલિયાની ફિલ્મ માટે જ છે. 

આલિયા ભટ્ટની 'જિગરા'ની પહેલા દિવસની કમાણી માત્ર 4.25 કરોડ રૂપિયા, કંગના રણૌતે માર્યો ટોણો 3 - image

Tags :