Get The App

આખરે 3 વર્ષ બાદ કંગના રનૌતની ટ્વિટર પર વાપસી, વીડિયો કર્યો ટ્વીટ

Updated: Jan 24th, 2023

GS TEAM

Google News
Google News
આખરે 3 વર્ષ બાદ કંગના રનૌતની ટ્વિટર પર વાપસી, વીડિયો કર્યો ટ્વીટ 1 - image


નવી મુંબઇ, તા. 24 જાન્યુઆરી 2023, મંગળવાર

બોલિવૂડની ક્વીન કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ 3 વર્ષ પહેલા કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એટલે કે કંગનાની વાપસી ટ્વિટર પર થઈ શકી નથી. પરંતુ મંગળવારે કંગના રનૌતે અચાનક જ ટ્વિટર પર હંગામો મચાવ્યો જ્યારે કંગનાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ આવ્યું.  આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગઈ. કંગના રનૌતની વાપસીથી તેના ચાહકો ખૂબ જ ખુશ છે અને તે ટ્વિટર પર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

2021માં સસ્પેન્ડ થયુ કંગનાનું ટ્વીટર એકાઉન્ટ 

કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ મે 2021માં કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, અભિનેત્રી સતત ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરતી હતી. ટ્વિટરે કહ્યું હતું કે કંગનાએ નફરત ફેલાવવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. બંગાળની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા સામે કંગનાએ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ પછી કંગનાનું એકાઉન્ટ સસ્પેંન્ડ કરી દેવામાં આવ્યું હતું.

વીડિયો શેર કર્યો

કંગનાના ટ્વિટર એકાઉન્ટ પરથી તેની અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'નો BTS વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતાં કંગના લખે છે કે, 'ઇમરજન્સી'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. 20 ઓક્ટોબર 2023ના રોજ થિયેટરમાં મળીશું. કંગના રનૌત ફિલ્મ 'ઇમરજન્સી'માં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગનાનો લુક જોઈને લોકો આ ફિલ્મ સુપરહિટ કહી રહ્યાં છે. 

Tags :