Get The App

કંગનાએ શાહરૂખને પુત્રના કારનામાને કારણે આડકતરો ટોણો માર્યો

Updated: Oct 12th, 2021

GS TEAM

Google News
Google News
કંગનાએ શાહરૂખને પુત્રના કારનામાને કારણે આડકતરો ટોણો માર્યો 1 - image


- જેકી  ચૈને પુત્રની ધરપકડ પછી બધાની માફી માંગી હતી અને તેને સપોર્ટ ન કરતાં છ મહિનાની જેલ થઈ હતી

મુંબઇ : કંગના રનૌત પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તેણે ેઆર્યન ખાનની ડ્રગ્સ પ્રકરણને મામલે થયેલી ધરપકડ પછી શાહરૂખને આડકતરી લપડાક મારી છે. સોશિયલ મીડિયા પર તેણે શાહરૂખ ખાન તરફ આડતરો ઇશારો કરીને એક તસવીર શેર કરી છે, જેમાં જેકી ચૈન પોતાના પુત્રની ધરપકડ પછી માફી માંગતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં એક બાજુ જેકી ચૈન અને તેનો પુત્ર છે, તો બીજી બાજુ તેમનાત પુત્રને પોલીસ પકડીને લઇ જતી જોવા મળે છે. 

કંગનાએ ફોટો સાથે કેપ્શન લખ્યું છે કે, જૈકી ચૈનનએ ૨૦૧૪માં તેના પુત્રની ડ્રગના મામલે ધરપકડ થઇ હતી ત્યારે માફી માંગી હતી. જૈકી ચૈને કહ્યું હતું કે, મને મારા પુત્રના કારનામા પર શરિમ આવે છે. આ મારી નિષ્ફળતા છે અને હું તેની રક્ષા માટે હસ્તક્ષેપ નહીં કરું. આ પછી તેના પુત્રને છ મહિનાની જેલ થઇ હતી. કંગનાએ આ પોસ્ટને શેર કરીને ળક્યું છે કે, હું તો અમસ્તું જ આ જણાવી રહી છું. 

કંગનાએ આ પહેલા પણ આર્યનના ડ્રગ્સ મામલે ટીપ્પણી કરીને એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર આર્યનને સપોર્ટ આપનારા લોકોને ઉદ્દેશીને લખ્યું હતું કે, હવે બધા જ માફિયા પપ્પૂ આર્યનના બચાવમાં ઉતરી પડયા છે. આપણે ભૂલો કરીએ છીએ પરંતુ એ ભૂલોને ગૌરવ તરીકે લેવું ન જોઇએ. મને વિશ્વાસ છે કે આનાથી તેને પોતાની ભૂલ સમજાશે. એ વાત સાચી છે કે, કોઇ મુશ્કેલીમાં હોયત્યારે ગોસીપ ન કરવી જોઇએ. પરંતુ તેણે ભૂલ નથી કરી એ સમજાવું પણ અપરાધ સમાન છે. 

Tags :