Get The App

Kalki OTT Release Date: પ્રભાસની 'કલ્કી' એક નહીં પરંતુ બે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે, તારીખ જાહેર થઈ

Updated: Aug 17th, 2024

GS TEAM

Google News
Google News
Kalki OTT Release Date: પ્રભાસની 'કલ્કી' એક નહીં પરંતુ બે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે, તારીખ જાહેર થઈ 1 - image

Kalki OTT Release: વર્ષ 2024ની બ્લોકબસ્ટર રીલિઝ કલ્કી 2898 એડીએ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યો બાદ હવે આ મૂવી ઓટીટી પર ધાક જમાવવા આવી રહી છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, દિશા પટણી અને કમલ હાસન જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત આ ફિલ્મમાં ભારે ભરખમ એક્શન અને VFX જોવા મળ્યા હતા. આ ફિલ્મ જ્યારથી થિયેટરોમાં રીલિઝ થઈ છે ત્યારથી આ ફિલ્મ OTT પર ક્યારે રીલિઝ થશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે નિર્માતાઓએ OTTની રીલિઝ ડેટ પર ડિસ્ક્લોઝ કરી દીધી છે.

થિયેટરમાં રીલિઝ થયાના લગભગ બે મહિના પછી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર હિન્દીમાં પ્રસારિત થવા જઈ રહી છે. અન્ય ભાષાઓમાં, આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે. રીલિઝ ડેટ જાહેર કરતાં નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, "આ યુગનું એપિક બ્લોકબસ્ટર આવી રહ્યું છે Netflix પર, હિન્દીમાં."

ક્યારે OTT પર રીલિઝ થશે કલ્કી :

જો તમે આ ફિલ્મ હજી સુધી જોઈ નથી તો તમે 22 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર હિન્દીમાં કલ્કી જોઈ શકો છો. આ સાથે તમે 22 ઓગસ્ટથી પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ જોઈ શકશો. પ્રાઈમે પણ રીલિઝને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને લખ્યું છે, “નવા યુગની સવાર તમારી રાહ જોઈ રહી છે. કલ્કીની ભવ્ય દુનિયામાં આપનું સ્વાગત છે.આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને હવે લોકો OTT પર પણ આ ફિલ્મનો આનંદ આવતા સપ્તાહથી માણી શકશે.

Kalkiનું બોક્સ ઓફિસ કલેક્શન :

'કલ્કી'ને થિયેટરોમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. 600 કરોડ રૂપિયાના બજેટની સામે ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મે રણબીર કપૂરની 'એનિમલ' અને અન્ય ઘણી ફિલ્મોને કમાણીના મામલે પાછળ છોડી દીધી હતી. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મને OTT પર કેવો પ્રતિસાદ મળે છે અને તે અહીં કેવો રેકોર્ડ બનાવે છે.