Get The App

કક્કડ પરિવારમાં કેમ થયો વિવાદ? સોનુએ નેહા અને ટોની સાથે સંબંધો તોડ્યા, ફેન્સ ચોંક્યા

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
કક્કડ પરિવારમાં કેમ થયો વિવાદ? સોનુએ નેહા અને ટોની સાથે સંબંધો તોડ્યા, ફેન્સ ચોંક્યા 1 - image

Sonu Kakkar Ends Ties with Neha and Tony: 'બાબુજી જરા ધીરે ચલો' જેવા ઘણા ગીતોમાં અવાજ આપનારી સોનુ કક્કડે તાજેતરમાં જ તેના નાના ભાઈ ટોની કક્કડ અને નેહા કક્કડ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર તેણે એક પોસ્ટ થકી માહિતી આપી છે. જોકે, ત્યાર બાદ આ ચર્ચા વધવા લાગતા સોનુએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. 

આ પણ વાંચો : હુમલાખોરને છોડવા તૈયાર નહોતો સૈફ, કરીનાએ પોલીસને હુમલાની રાતની આખી વાત જણાવી

'આ નિર્ણય મેં ખૂબ જ પીડા સાથે લીધો છે'

સોશિયલ મીડિયા ઓફિશિયલ પ્લેટફોર્મ X પર શનિવારે સાંજે સોનુ કક્કડે લખ્યું હતું કે, 'મને તમને જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે, હું હવે બે ટેલેન્ટેડ સુપરસ્ટાર નેહા કક્કડ અને ટોની કક્કડની બહેન નથી. મારો આ નિર્ણય ખૂબ જ ભાવનાત્મક પીડા સાથે લેવામાં આવ્યો છે અને આજે હું ખરેખર ખૂબ નિરાશ છું.'

કક્કડ પરિવારમાં કેમ થયો વિવાદ? સોનુએ નેહા અને ટોની સાથે સંબંધો તોડ્યા, ફેન્સ ચોંક્યા 2 - image

થોડા સમય બાદ સોનુએ તેની આ પોસ્ટ ડિલીટ કરી 

સોનુ કક્કડની આ પોસ્ટ એ દરેક ચાહકો માટે ખૂબ જ આઘાતજનક અને ચોંકાવનારી હતી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ તેની પોસ્ટ પર કોમેન્ટ શરૂ કરી હતી, અને તેની પાછળનું કારણ જાણવા માટે સવાલો કરી રહ્યા છે. જોકે, થોડા સમય બાદ સોનુએ તેની આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

આ પણ વાંચો : અક્ષય કુમારે નકારેલી નાગઝિલા ફિલ્મમાં કાર્તિક ગોઠવાઈ ગયો

ભાઈ ટોની કક્કરની બર્થડે પાર્ટીમાં હાજર નહોતી સોનુ

હાલમાં જ ટોની કક્કરે પોતાના જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. કક્કડ પરિવારના બધા સભ્યો અને નજીકના લોકો પાર્ટીમાં જોવા મળ્યા હતા. પરંતુ, સોનુ કક્કડ અહીં જોવા મળી ન હતી. આ ઉપરાંત, સોનુએ ભાઈ ટોની માટે કોઈ જન્મદિવસની પોસ્ટ પણ શેર નહોતી કરી.