Get The App

કાજોલની સરઝમીન ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
કાજોલની સરઝમીન ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે 1 - image


- ફિલ્મ બહુ સારી ન બનતાં ઓટીટીને પધરાવાઈ

- ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન અને ઈબ્રાહિમ અલી ખાન સહિતના કલાકારો

મુંબઇ : કાજોલ, પૃથ્વીરાજ સુકુમાર અને ઈબ્રાહિમ અલી ખાનની ફિલ્મ 'સરઝમીન' સીધી ઓટીટી પર રજૂ થવાની છે. 

આ ફિલ્મ શરુ  કરાઈ ત્યારે તે થિયેટરમાં રીલિઝ કરાશે તેવી ચર્ચા હતી. તે મે ૨૦૨૫માં થિયેટરમાં આવશે તેવી અટકળો હતી. 

જોકે,  નિર્માતા કરણ જોહરે આ ફિલ્મ હવે ઓટીટીને પધરાવી દીધી છે. આ ફિલ્મનું ટીઝર  રીલિઝ કરાતાં કેટલાય લોકોએ ટીકા કરી હતી કે ફિલ્મ  બહુ સારી નહિ બની હોય એટલે જ સીધી ઓટીટીને વેચી દેવાઈ છે. બાકી કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન  જેવા કલાકારોની અને તે પણ કાશ્મીર હિંસા પરની ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ શકી હોત.

 ઈબ્રાહિમ અલી ખાનની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. અગાઉ તેની  'નાદાનિયાં' પણ ઓટીટી પર રીલિઝ થઈ હતી અને તેમાં તેની વાહિયાત એક્ટિંગની આકરી ટીકાઓ થઈ હતી. 

Tags :