કાજોલની ફિલ્મ રિલીઝના થોડા જ કલાકોમાં થઈ ઓનલાઈન લીક, મેકર્સને લાગશે ઝટકો
- આ પહેલા દ્રશ્યમ, ફ્રેડી અને ઘણી ફિલ્મો આનો સામનો કરી ચુકી છે
મુંબઈ, તા. 10 ડિસેમ્બર 2022, શનિવાર
કાજોલ અને વિશાલ જેઠવાની ફિલ્મ સલામ વેંકી શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. મા-દીકરાની આ કહાની જોઈને દરેકની આંખોમાં આંસુ આવી જાય છે. સલામ વેંકી રિલીઝ થતાની સાથે જ ફિલ્મના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકો બાદ ઓનલાઈન લીક થઈ ગઈ છે. લોકો તેને પાઈરેટેડ સાઇટ પરથી HDમાં જોઈ અને ડાઉનલોડ કરી રહ્યાં છે. જેના કારણે તેના કલેક્શન પર અસર થશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સલામ વેંકી ઘણી પાઈરેટેડ સાઈટ્સ પર HDમાં ઉપલબ્ધ છે. જેને લોકો ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થયા બાદ ઓનલાઈન લીક થઈ હોય. આ પહેલા દ્રશ્યમ, ફ્રેડી અને ઘણી ફિલ્મો આનો સામનો કરી ચુકી છે. પાઈરેટેડ સાઈટ્સ પરની મૂવીઝ રિલીઝ થયાના થોડા કલાકો પછી જ HDમાં ઉપલબ્ધ થાય છે.
સલામ વેંકીની ઓનલાઈન લીક થવાની સીધી અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પડશે. જેના કારણે ફિલ્મને બજેટ જેટલું કલેક્શન કરવામાં પણ સમય લાગશે. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે બહુ ઓછું કલેક્શન કર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે સલામ વેંકીએ પહેલા દિવસે માત્ર 60 લાખનો બિઝનેસ કર્યો છે.
સલામ વેંકીની વાત કરીએ તો તેમાં એક માતાના પડકારો બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં કાજોલ અને વિશાલની સાથે રાહુલ બોસ, રાજીવ ખંડેલવાલ, પ્રકાશ રાજ અને આહાના કુમરા મહત્વના રોલમાં નજર આવી રહ્યા છે. આ ઉપરાંત આમિર ખાનનો એક કેમિયો પણ છે જે તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછો નથી.
કાજોલે આમિર ખાન સાથે બીજી વખત કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે, આમિર ખૂબ જ શાનદાર છે. આમિર માટે ખાસ વાત એ છે કે, તે કામ સ્ટાઈલ માટે નથી કરતો.