Get The App

કૈલાસ ખેરનો રોફ, હું પીએમનું નવરત્ન ને યોગીજીનો પરસેવો છું

Updated: May 27th, 2023

GS TEAM


Google News
Google News
કૈલાસ ખેરનો રોફ, હું પીએમનું નવરત્ન ને યોગીજીનો પરસેવો છું 1 - image


- લખનઉમાં કમાન્ડોને ભારે તતડાવ્યો

- લાઈવ કન્સર્ટની સરકારી ઈવેન્ટમાં અવ્યવસ્થા બદલ નારાજગીઃ વીડિયો વાયરલ થયો

મુંબઇ : ગાયક કૈલાક ખેરનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેણે લખનઉમાં એક ગાર્ડને 'હું પીએમનું નવરત્ન છું અને યોગીજીનો પરસવો છું' એમ કહીને તતડાવ્યો હતો. 

લખનઉમાં યોજાયેલી કન્સર્ટની અવ્યવસ્થા બદલ કૈલાસ ખેરને ગુસ્સો આવ્યો હતો. તેણે ગાર્ડને કહ્યું હતું કે હું પીએમનું નવરત્ન છું. તમારે થોડીક તમીઝ દાખવવી જોઈએ. કમાન્ડોગીરી જરૂર હોય ત્યાં દેખાડો.હું મહારાજ જીનો પસીનો છું. હું બહુ તડપી-તડપીને સંતોની વચ્ચે આવ્યો છું. ભૈયા, હું ફિલ્મનો ગાયક નથી એ વાત યાદ રાખજો. હું ભારત માટે જીવું છું અને ભારત માટે જ મૃત્યુ પામીશ. 

જોકે પછીથી તેનો ગુસ્સો શાંત થયો હતો અને સ્ટેજ પર પહોંચીને ઘ ણા ગીતો ગાયાં હતાં. 

Tags :