આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ સુશાંતે પોતાના સ્ટાફને પગાર આપી દીધો હતો
- સાથે એમ પણ કહ્યું હતું કે કદાચ હવે તેની પાસે પગાર આપવાના પૈસા નહીં હોય
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 18 જૂન 2020, ગુરુવાર
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી પોલીસ તેને લગતી તમામ તપાસ તેમજ તેની નજીકના લોકોની પુછપરછ કરી રહી છે. રિપોર્ટસના અનુસાર સુશાંતે ત્રણ દિવસ પહેલા જ તેના દરેક સ્ટાફની સેલરી ચુકવી દીધી હતી, અને સાથે એમ પણ કહ્યું હતુ ંકે, કદાચ હવે તેની પાસે પગાર ચુકવવાના પૈસા નહીં હોય.સુશાંતે પોતાના કર્મચારીઓના બાકી નીકળતા બધા પૈસા ચુકવી દીધા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે, સુશાંતના એક મેનેજરે પોલીસને જણાવ્યું હતું તેની ભૂતપૂર્વ મેનેજર દિશા તેને વેબ સીરીઝમાં રોલ અપાવાની હતી. બન્ને જણા આ માટે એકમેકના સંપર્કમાં પણ હતા. જોકે વાત ખાસ આગળ વધી નહોતી શકી. સુશાંત અને દિશાએ છેલ્લે માર્ચ મહિનામાં વોટ્સઅપ દ્વારા એકબીજાને આ મુદ્દે સંદેશા પાઠવ્યા હતા.
કહેવાય છે કે, તેનો આ વેબ સીરીઝનો ક્રોન્ટેકટ રૂપિયા ૧૪ કરોડનો હતો. સુશાંતને આ સીરીઝમાં કામ મેળવવા ઉત્સાહિત અને આશા હતી. પરંતુ દિશાએ આત્મહત્યા કરતા સુશાંતને પોતાનું કામ હાથમાંથી નીકળી જતું લાગ્યું હતું અન ેતે ડિપ્રેશનમાં સરી ગયો હતો.
હાઉસ કીપરે પગાર લેતી વખતે સુશાંતને એમ પણ કહ્યું હતું કે, સાહેબ, તમે એવું નહીં બોલો, તમે હંમેશા અમારું ધ્યાન રાખ્યું છે, આપણે કાંઇ ને કાંઇ કરી લઇશું.
સોશિયલ મીડિયાના એક પોર્ટલે જણાવ્યું હતું કે, સુશાંતને પૈસાની તકલીફ પડી રહી હતી. તેને ઘણા પ્રોજેક્ટમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને તેની પાસે વધુ કામ હતું નહીં.