'વૉર 2' માટે સાઉથના સુપરસ્ટારની ફી જાણી ચોંકશો, જાણો ઋતિક-કિયારાને કેટલાં પૈસા મળ્યાં?
Image Source: Twitter
Film War 2: ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની 'વૉર 2' આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં તેનું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ થયું હતું. જેના કારણે ફિલ્મ માટે ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે. જુનિયર એનટીઆર vs ઋતિકનું વોર ટ્રેલરમાં જોવા લાયક હતું. હવે ચાહકો માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ પહેલા એક્ટર્સની ફી અંગેની માહિતી પણ સામે આવી છે.
જુનિયર એનટીઆરે સૌથી મોટી ફી વસૂલી
'વૉર 2' યશ રાજ ફિલ્મ્સની એક મેગા બજેટ ફિલ્મ છે, જેમાં દમદાર સ્ટારકાસ્ટ છે. ઋતિક-જુનિયર એનટીઆર ઉપરાંત એક્ટ્રેસ કિયારા અડવાણી પણ ફિલ્મમાં પોતાના ગ્લેમર અને એક્ટિંગનો તડકો લગાવશે. આ ફિલ્મ માટે સૌથી મોટી ફી તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરે વસૂલી છે. એક અહેવાલ પ્રમાણે તેને 'વૉર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે 60 કરોડ રૂપિયાની ફી મળી છે.
જાણો ફિલ્મનું બજેટ
બીજી તરફ ઋતિક રોશન જેણે વૉર ફિલ્મ સીરિઝની શરૂઆત કરી, તેને તેની સીક્વલ માટે 48 કરોડ રૂપિયા મળ્યા છે. ઋતિક બાદ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીની ફી પણ સામે આવી છે. અયાનને સ્પાઈ યુનિવર્સની આ ફિલ્મ બનાવવા માટે 32 કરોડ રૂપિયાની મોટી ફી મળી છે. 'વૉર 2'ની લીડ એક્ટ્રેસ કિયારાને ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા મળ્યા છે. 'વૉર 2'નું બજેટ લગભગ 200 કરોડ રૂપિયા હોવાની માહિતી મળી રહી છે. આ ફિલ્મ 14 ઓગષ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.