વોર ટુ ફલોપ જતાં જુનિયર એનટીઆરએ ફિલ્મ ગુમાવી
- સોલો હીરો તરીકેની એજન્ટ વિક્રમ બંધ
- જુનિયર એનટીઆર હોવા છતાં તેલુગુમાં પણ ફિલ્મ નહિ ચાલતાં નિર્ણય
મુંબઇ : હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની 'વોર ટુ' બોક્સ ઓફિસ પર સદંતર ફલોપ જતાં વ્યથિત થયેલા યશરાજ ફિલ્મસના આદિત્ય ચોપરાએ હવે જુનિયર એનટીઆર સાથેની 'એજન્ટ વિક્રમ' ફિલ્મ પણ માંડી વાળી છે.
'વોર ટુ'માં જુનિયર એનટીઆર હોવાથી તેલુગુ માર્કટને મોટાપાયે કેપ્ચર કરવાની આદિત્ય ચોપરાની ગણતરી હતી. પરંતુ, ફિલ્મ ત્યાં પણ ફલોપ થઈ ગઈ હતી. આથી આદિત્ય ચોપરા હવે સોલો હિરો તરીકે જુનિયર એનટીઆર સાથે હિંદી ફિલ્મ બનાવવાનું પણ જોખમ લેવા તૈયાર નથી.
'વોર ટુ ' ફલોપ જતાં હવે આદિત્ય ચોપરા આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની લેડી એજન્ટને લગતી ફિલ્મ 'આલ્ફા'માં પણ છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો કરાવી રહ્યો છે.
'વોર ટુ' ફલોપ જતાં હૃતિક રોશનની કારકિર્દીને પણ મોટો ફટકો પડી શકે છે. આ ઉપરાંત આ ફિલ્મમાં ભારે આર્થિક નુકસાનને પગલે યશરાજના આગામી કેટલાક પ્રોજેક્ટસનાં બજેટ પર પણ કાતર ફરી શકે તેમ છે.