ગરમ મસાલાનો બીજો ભાગ બનવાનો હોવાનો જોનનો સંકેત
- કોમેડી ફિલ્મ કરવાની ઈચ્છા દર્શાવી
- અક્ષય કુમાર સાથે ફરી કામ કરવાની ઈચ્છા , એક પ્રોજેક્ટ પર વાત ચાલે છે
મુંબઇ : જોન અબ્રાહમને હવે પોતાની આગામી ફિલ્મ એકશન નહીં પરંતુ કોમેડી હોય તેવી ઇચ્છા છે. તે અક્ષય કુમાર સાથે એક કોમેડી ફિલ્મ ફરી કરવા માંગે છે. તેમની આગામી ફિલ્મ 'ગરમ મસાલા ટૂુ હોય તેવી શક્યતા છે.
જોને એક સંવાદમાં આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો હોવાનો સંકેત આપતાં કહ્યું હતું કે ' ગરમ મસાલા' જેવી કોમેડી ફિલ્મ બહુ ઓછી બનતી હોવાથી હું આવી જ ફિલ્મની શોધમાં છું જેથી દર્શકોને ફરી પેટ પકડીને ખડખડાટ હસાવી શકું.
અભિનેતાએ વધુમાં કહ્યુ ંહતુ ંકે, હું અને અક્ષય વારંવાર કોઇને કોઇ પ્રોજેકટ પર ચર્ચા કરતા હોઇએ છીએ. અમે બન્ને ફરી સાથે કામ કરવા માંગીએ છીએ. અમારા બન્નેની એનર્જી કમાલની છે અને અમે સાથે કોઇ ફિલ્મ કરીએ તો અમારા પ્રશંસકોને એક સુખદ સરપ્રાઈઝ મળશે. 'ગરમ મસાલા'ફિલ્મ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જોન અબ્રાહમ, પરેશ રાવલ અને રાજપાલ યાદવ સહિતના કલાકારોએ ભૂમિકા ભજવી હતી.