Get The App

નિકના મુંબઈ કોન્સર્ટમાં જીજુ જીજુના પોકાર, પ્રિયંકા ભાવુક બની

Updated: Jan 29th, 2024

GS TEAM

Google News
Google News
નિકના મુંબઈ કોન્સર્ટમાં જીજુ જીજુના પોકાર, પ્રિયંકા ભાવુક બની 1 - image


- જોનાસ બંધુઓ  દ્વારા ભારતમાં પ્રથમ કોન્સર્ટ

- નિકે રમૂજમાં કહ્યું, મેરેજ સંગીતને બાદ કરતાં ભારતમાં આ મારું પહેલું પરફોર્મન્સ

મુંબઈ : પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ તથા તેના બે ભાઈઓએ મુંબઈમાં પહેલીવાર એક કોન્સર્ટમાં ધૂમ મચાવી હતી. આ વખતે ઓડિયન્સમાંથી જીજુ જીજુના પોકાર થયા હતા. નિક સાથે જોકે પ્રિયંકા ભારત આવી નથી પરંતુ તે મુંબઈનાં ઓડિયન્સની આ ચેષ્ટાથી ભારે ભાવવિભોર બની ગઈ હતી. 

નિક તથા તેના ભાઈઓ જો જોનાસ અને કેવિન જોનાસ આંતરરાષ્ટ્રીય કોન્સર્ટસ સતત કરતા હોય છે. પરંતુ, ભારતમાં તેમણે પહેલીવાર પરફોર્મ કર્યું હતું. નિકે આ કોન્સર્ટની શરુઆતમાં રમૂજમાં કહ્યું પણ હતું કે ભારતમાં આ મારું પહેલું પરફોર્મન્સ છે. મહેરબાની કરીને લગ્ન વખતની સંગીત સેરિમનીને મારાં પરફોર્મન્સમાં ગણશો નહીં. 

તાપસી પન્નુ સહિતની કેટલીક સેલિબ્રિટીઓએ પણ આ કોન્સર્ટના વીડિયો શેર કર્યા હતા. 

આ  વીડિયો વાયરલ થયા બાદ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર હાર્ટ ઈમોજી સાથે રિએક્ટ કર્યું હતું. 

જોકે, પ્રિયંકા શા માટે નિક સાથે ભારત નથી આવી તે તત્કાળ જાણવા મળ્યું નથી. 

અગાઉ પરિણિતી ચોપરાના લગ્ન વખતે પણ તે ભારત આવવાની હોવાની અટકળો હતી પરંતુ તે ભારત આવી ન હતી અને તેણે સોશિયલ મીડિયા પર જ પરિણિતીને અભિનંદન પાઠવતી પોસ્ટ કરી દીધી હતી. પ્રિયંકા વતી તેની માતા મધુ ચોપરાએ જ આ લગ્નમાં હાજરી આપી હતી. 

Tags :