સ્ટાર કપલ છૂટાછેડા લેવાની તૈયારીમાં? પત્નીએ સોશિયલ મીડિયા પરથી અભિનેતા સાથેની તસવીર હટાવી
Tamil Actor Jayam Ravi Divorce Rumors: બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય અને કંગના રનૌત સાથે કામ કરી ચૂકેલા સાઉથ અભિનેતા જયમ રવિના છૂટાછેડાની અફવાઓ સામે આવી રહી છે. અભિનેતાએ 2009માં આરતી રવિ સાથે લગ્ન કર્યા હતા. તેઓ પોતાની પર્સનલ લાઇફ વિશે ઘણી ઓછી વાતો કરે છે પરંતુ બંને એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં રહે છે.
સોશિયલ મીડિયા પરથી તસવીર હટાવી
હમણાં કેટલાંક રિપોર્ટ અનુસાર એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે આરતી એ જયમ સાથેની પોતાના ફોટો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા છે. જેથી બંનેના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે. કેટલાંક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જલ્દી જ છૂટાછેડા લેવાનાં છે. આરતી અને જયમના સોશિયલ મીડિયા પર હવે ફક્ત તેમના એકલાની જ તસવીરો જોવા મળી રહી છે.
બે વર્ષ ડેટિંગ પછી કર્યા હતા લગ્ન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયમ અને આરતીના સંબંધની શરૂઆત સ્કોટલેન્ડમાં અભ્યાસ કરતી વખતે થઈ હતી. બે વર્ષની ડેટિંગ કર્યા પછી તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ તેમણે પરિવારજનોને પોતાના સંબંધ વિશે જાણ કરી હતી. 2009 માં લગ્ન કરી લીધા. તેમનાં બે પુત્ર આરવ અને અયાન છે.
બાળકોને આપે છે છોકરીઓને ન રડાવવાની શીખ
આ અભિનેતાએ આ પહેલાં પોતાની ફિલ્મ 'અડાંગા મારૂ' માટેની એક વાતચીત દરમિયાન પોતાના બાળકો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'સામાન્ય રીતે પરિવારના વડીલો છોકરાઓને કહે છે કે રડશો નહીં, પરંતુ હું મારા પુત્રોને શીખવાડું છું કે છોકરીઓને રડાવશો નહીં. હું આ વાત કોઇ પ્રચાર માટે નથી કરી રહ્યો. હું સાચું કહી રહ્યો છું. મારી ફિલ્મ 'અડાંગા મારૂ' પણ આ જ કહે છે જે મને ઘણું મહત્ત્વપૂર્ણ લાગે છે.'