VIDEO: 'તારું મોઢું તોડી નાંખીશ', ફરી કેમેરા જોઈ ગુસ્સે ભરાયા જયા બચ્ચન

Jaya Bachchan : જયા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં જોવા મળ્યા છે. ગુરુવારે સાંજે મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝી પર ગુસ્સો કરતી જોવા મળી હતી. જયા ઈવેન્ટમાં પોતાની પૂત્રી શ્વેતા બચ્ચન નંદા સાથે આવી હતી. પરંતુ જ્યારે જયા અને શ્વેતા બહાર આવી તો પાપારાઝીઓ તેમના ફોટા ક્લિક કરવાનું શરુ કર્યું હતું.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન, હિન્દી સિનેમાએ મહાન હસ્તી ગુમાવી
'ચૂપ રહો, મોંઢુ બંધ રાખો, ફોટો લો, બસ થઈ ગયું'
પાપારાઝીની વાતો અને ફ્લેશલાઈટની હેરાન થઈને જયા બચ્ચન થોડીવાર માટે રોકાઈ ગયા હતા અને પાપારાઝી પર ગુસ્સે થઈને ઠપકો આપવા લાગ્યા હતા. જયા બચ્ચને પાપારાઝીને કહ્યું કે 'ચૂપ રહો, મોંઢુ બંધ રાખો, ફોટો લો, બસ થઈ ગયું. તમે લોકો ફોટો લો, પરંતુ અસભ્ય ન બનો. ટિપ્પણીઓ કરતા રહો છો.'
'તારું મોઢું તોડી નાંખીશ'
એક માહિતી પ્રમાણે તેમણે એક વ્યક્તિને કહ્યું કે, 'તારું મોઢું તોડી નાંખીશ', જયા બચ્ચનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.કેટલાક લોકો જયા બચ્ચનને ટેકો આપતા દેખાયા, જ્યારે કેટલાક તેમને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. એકે લખ્યું કે, સેલિબ્રિટીઓને ગોપનીયતાનો અધિકાર છે. પહેલી વાર, તેમનો ગુસ્સો વાજબી લાગ્યો હતો.
આ પણ વાંચો: વિજય દેવરકોડાએ જાહેરમાં જ રશ્મિકાને કિસ કરી લીધી
'પણ આવી અપશબ્દો બોલવાની જરૂર કેમ પડી?'
એક યુઝરે લખ્યું, 'ફોટો ન લો, પણ આવી અપશબ્દોનો ઉપયોગ કરવાની જરૂર કેમ પડી?' બીજાઓએ કહ્યું કે, હવે તો તેમનો ગુસ્સો જોવા માટે ટેવાઈ ગયા છે.

