સોશ્યલ મીડિયા પર બોયકૉટ 'જવાન' થયું ટ્રેન્ડ, રિલીઝ પહેલા કિંગ ખાન ચિંતામાં મૂકાયો
નવી મુંબઇ,તા. 6 સપ્ટેમ્બર 2023, બુધવાર
બોલીવૂડમાં Boycottનો ટ્રેન્ડ ફરી ઉથલો મારી રહ્યો છે અને ફરી આ બોયકોટનો ટાર્ગેટ SRK છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. ગુરુવાર, 7 સપ્ટેમ્બરના રોજ જવાન રૂપેરી પડદે રિલીઝ થવા જઈ રહી છે પરંતુ ગણતરીના કલાકો પહેલા જ SRKની મૂવીઝ ઉપર કાળા વાદળો ઘેરાયા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘બોયકોટ જવાન’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. અનેક લોકો ફિલ્મ જવાનનો બહિષ્કાર કરવા અંગે ટ્વિટ કરી રહ્યા છે.
આ અગાઉ પણ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ સામે પણ આવું જ વાતાવરણ સર્જાયું હતું પરંતુ જ્યારે આ ફિલ્મની રિલીઝ પર અનેક લોકો મુકબધીર થઈ ગયા હતા અને કલેક્શનની બાબતમાં આ મૂવીએ હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડ્યા હતા.
જવાનને અસર થશે કે નહિ ?
આવતીકાલે, 7મી સપ્ટેમ્બરે 'જવાન' દેશ અને દુનિયામાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝના એક દિવસ પહેલા જ ટ્વિટર પર વિરોધ અને બોયકોટની રમત શરૂ થઈ ગઈ છે. અલગ-અલગ લોકો અલગ-અલગ કારણો આપીને શાહરૂખની ફિલ્મના બહિષ્કારની વાત કરી રહ્યા છે. જોકે, આ ટ્રેન્ડની કેટલી અસર થશે તે કહેવું મુશ્કેલ છે. શરૂઆતી તબક્કે તો આ ટ્રેન્ડ કારગર સાબિત નહિ જ થઈ શકે કારણ કે જવાનના એડવાન્સ બુકિંગ પર નજર કરીએ તો લોકોમાં ઘણો ક્રેઝ અને બમ્પર એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મની 10 લાખ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે.
લોકો બોયકોટ જવાનના હેશટેગ સાથે ટ્વિટર પર શું પ્રતિક્રિયા આપી રહ્યાં છે ?
SRKએ તાજેતરમાં જ પ્રમોશન માટે મંદિરોમાં શીશ ઝુકાવતા એક ટ્વિટર યુઝરે ગુસ્સા સાથે બોયકોટ જવાન હેશટેગનો ઉપયોગ કરીને લખ્યું કે, “અમારા મંદિરો તમારા પ્રમોશન માટેના સ્ટુડિયો નથી. ફિલ્મ રીલિઝ થતા પહેલા જ તમને હિન્દુ મંદિરો કેમ યાદ આવે છે? આ બકવાસ બંધ કરો."
આ સિવાય સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના નામના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, “હું કોઈપણ ધર્મ અથવા સમુદાયના કારણે જવાન ફિલ્મના બોયકોટનું સમર્થન નથી કરી રહ્યો. આ બોયકટને સમર્થન એટલા માટે આપી રહ્યો છું કારણ કે, આ ફિલ્મ ક્રિમિનલ બોલિવૂડનું પ્રોડક્શન છે, જેણે મારા સુશાંતનું જીવન, અધિકારો અને સન્માન છીનવી લીધું હતું. "