Get The App

‘હું સારો છું કે, ખરાબ તે 30 દિવસ બાદ જાણી લેજો...’ :શાહરુખ ખાન

Updated: Aug 7th, 2023

GS TEAM

Google News
Google News
‘હું સારો છું કે, ખરાબ તે 30 દિવસ બાદ જાણી લેજો...’ :શાહરુખ ખાન 1 - image


નવી મુંબઇ,તા. 7 ઓગસ્ટ 2023, સોમવાર 

કિંગ ખાનની કોઇ ફિલ્મ આવવાની હોય અને ચાહકો રાહ ના જોવે તે બને જ નહીં. બોલીવૂડના કિંગ ખાન બારત જ નહીં વિદેશોમાં પણ મોટું ફેન ફોલેવિંગ ધરાવે છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  આ ફિલ્મને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શાહરૂખ ખાને આજે સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. 

શાહરૂખે તેના ચાહકોને 7 સપ્ટેમ્બર, 2023ના રોજ ફિલ્મ જવાનની ગ્રેંડ રિલીઝનું પ્રોમિસ આપ્યુ હતુ. આ પોસ્ટરની સાથે શાહરૂખ ખાને ફિલ્મનો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયો જોયા બાદ શાહરૂખના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. જ્યારે શાહરૂખે 'જવાન'નું આ પોસ્ટર શેર કરતા કિંગ ખાને પોતાના પાત્ર વિશે કહ્યું કે- 'હું સારો છું કે ખરાબ, 30 દિવસ પછી ખબર પડશે.' એટલે કે શાહરૂખ આ વખતે ફિલ્મમાં નેગેટિવ રોલમાં હશે કે પછી નેગેટિવ બનીને કંઈક પોઝિટિવ કરશે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આ પછી SRKએ 'જવાન' વિશે એક વીડિયો પણ શેર કર્યો. વીડિયો પોસ્ટ કરતા શાહરૂખે લખ્યું- 'ટિક ટોક, આ સમય પણ પસાર થઈ જશે. વિશ્વભરમાં આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે 3 ભાષા તમિલ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.

Tags :