પાકિસ્તાન કરતા હું નરકમાં જવાનું પસંદ કરીશ, જાવેદ અખ્તરે ટ્રોલર્સને આપ્યો જવાબ
Javed Akhtar: ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તરનું કહેવું છે કે, જો તેમને નર્ક અને પાકિસ્તાન બંન્નેમાંથી એકની પસંદગી કરવાની હોય તો, તેઓ નર્ક પસંદ કરશે. તેમણે મ પણ કહ્યું કે, તેમના વિચારો માટે તેમને બંને બાજુના ઉગ્રવાદીઓ તરફથી અપમાન અને ટીકાનો સામનો કરવો પડે છે. તેમણે બીજું શું શું કહ્યું? આવો જાણીએ...
જાવેદ અખ્તર 17 મે, શનિવારના રોજ સંજય રાઉતના પુસ્તક 'નરકતલા સ્વર્ગ (નરકમાં સ્વર્ગ)' ના લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, થાય છે એવુ કે, 'જો તમે માત્ર એક જ પક્ષ વતી બોલો છો, તો તમે માત્ર એક જ પક્ષને દુખી કરો છો. પરંતુ જો તમે બધા માટે બોલો છો, તો તમે ઘણા લોકોને નાખુશ કરો છો. હું તમને મારું ટ્વિટર અને વોટ્સએપ બતાવી શકું છું, જ્યાં બંને બાજુથી મારો દુર્વ્યવહાર થાય છે. '
'જો મારી પાસે આ બે જ વિકલ્પો હોય તો હું નરકમાં જવાનું પસંદ કરીશ'
'ઘણા લોકો મારી પ્રશંસા કરે છે, અને મારું મનોબળ વધારવામાં મદદ કરે છે. પરંતુ એ પણ સાચું છે કે, બંને બાજુના કટ્ટરપંથીઓ મને દુર્વ્યવહાર કરે છે. અને આવુ જ થવુ જોઈએ, કારણ કે જો એક પક્ષ રોકાઈ જશે, તો મને નવાઈ લાગશે કે, હું શું ખોટું કરી રહ્યો છું. એક પક્ષ મને કહે છે કે તું 'કાફિર' (નાસ્તિક) છે અને તારે 'જહન્નમ' (નર્ક) માં જવું પડશે. તો બીજો પક્ષ કહે છે કે, તમે જેહાદી છો અને તમારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. હવે, જો મારી પાસે આ બે જ વિકલ્પો હોય તો હું નરકમાં જવાનું પસંદ કરીશ.'
'નરકતલા સ્વર્ગ' પુસ્તક રાઉતે આર્થર રોડ જેલમાં વિતાવેલા ત્રણ મહિનાની યાદ
તમને જણાવી દઈએ કે, સંજય રાઉતનું પુસ્તક 'નરકતલા સ્વર્ગ' તેમણે આર્થર રોડ જેલમાં વિતાવેલા ત્રણ મહિનાની યાદ અપાવે છે. તેમની ED દ્વારા પાત્રા ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં કથિત નાણાકીય ગેરરીતિઓ બદલ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન પર જમાનત આપવામાં આવી હતી.