Get The App

સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમાન્ટિક ફિલ્મમાં હિરોઈન તરીકે જાહ્વવીની એન્ટ્રી

Updated: Sep 6th, 2024

GS TEAM


Google News
Google News
સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમાન્ટિક ફિલ્મમાં હિરોઈન તરીકે જાહ્વવીની એન્ટ્રી 1 - image


- બંને ફલોપ કલાકારોને એકબીજાનો સહારો

- એક્શન ફિલ્મોના ચાળે ચઢવા જતાં પસ્તાયેલો સિદ્ધાર્થ ફરી રોમાન્ટિક હિરો તરીકે

મુંબઇ : એક્શન ફિલ્મોના ચાળે ચઢવા જતાં પસ્તાયેલો સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક રોમાન્ટિક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની હિરોઈન જાહ્વવી કપૂર હશે. સિદ્ધાર્થ અને જાહ્નવી બંને બોક્સ ઓફિસ પર સેલેબલ કલાકારો ગણાતાં નથી. આ ફિલ્મ દ્વારા બંને એકબીજાની કેરિયરને ટેકો આપવા પ્રયાસ કરશે. 

આ ફિલ્મનું  દિગ્દર્શન તુષાર જલોટા કરશે. ફિલ્મની અન્ય વિગતો હજુ જાહેર થઈ નથી. 

સિદ્ધાર્થે તાજેતરમાં 'યોદ્ધા' અને 'મિટ્ટી' એમ બે એક્શન ફિલ્મો છોડી દીધી છે. જોકે, એમ કહેવાય છે કે 'મિટ્ટી'ના નિર્માતાઓએ જ સિદ્ધાર્થને પડતો મૂકી દીધો છે કારણ કે તેના નામ પર  કોઈ ફાઈનાન્સિઅર ધિરાણ આપવા માટે તૈયાર ન હતા. 

Tags :