- પહેલો ભાગ ફલોપ ગયો હતો
- લાંબા સમયથી દેવરા ટુ માટે કોઈ હિલચાલ ન હતી, હવે નિર્માતા દ્વારા જાહેરાત
મુંબઇ : જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'દેવરા'નો બીજો ભાગ બનશે તેવું તેના નિર્માતાએ કન્ફર્મ કર્યું છે.
આ ફિલ્મ બે ભાગમાં રીલિઝ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે, ફિલ્મ 'દેવરા ૨૦૨૪' રીલિઝ થયા બાદ ફલોપ થઈ હતી. તે પછીે તેના બીજા ભાગ વિશે કોઇ જ આવ્યું ન હતું. આથી 'દેવરા પાર્ટ ટ'ુ ડબ્બામાં બંધ થઇ ગઈ હોવાની અટકળો ચાલી હતી. પરંતુ હવે ફિલ્મસર્જકે સ્પષ્ટતા કરી છે કે,' દેવરા પાર્ટ ટુ 'ચોક્કસ બનશે. ૨૦૨૭માં આ ફિલ્મ પર કામ શરુ થશે.
'દેવરા' ફિલ્મ એક સમુદ્રી ડાકુ પર આધારિત હતી. આ ફિલ્મમાં જુનિયરએનટીઆર ડબલ રોલમાં હતો. અને સૈફઅલી ખાનની પણ મહત્વની ભૂમિકા હતી. ફિલ્મમાં જાહ્નવીનું સોંગ વાયરલ થયું હતું. જોકે, ફિલ્મ બહુ નબળી બની હોવાની ટીકા થઈ હતી.


