અર્જુનના ઘરે ગેટ ટુ ગેધરમાં જાહ્વવીના બોયફ્રેન્ડની હાજરી
- સંબંધોને પરિવારની સંમતિની વધુ એક મ્હોર
- અગાઉ જાહ્નવી કપૂરની પારિવારિક પિકનિકમાં પણ શિખર સાથે જોડાયો હતો
મુંબઇ: અર્જુન કપૂરના ઘરે એક ગેટ ટૂ ગેધરમાં જાહ્નવી કપૂર સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ હાજર રહેતાં હવે આ બંનેના સંબંધને પરિવારે સ્વીકારી લીધો હોવાની માન્યતા પર વધુ એક મ્હોર વાગી ચૂકી છે.
અર્જુન કપૂરે પોતાના ઘરે એક ગેટ ટુ ગેધર રાખ્યુ ંહતું.જેમાં જાહ્વવી બોયફ્રેન્ડ શિખર સાથે સામેલ થઇ હતી. આ પાર્ટીમાં વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે જોવા મળ્યો હતો.
જાહ્નવી સિખર સાથે જ પાપારાત્ઝીઓની નજર બચાવતી જોવા મળી હતી. બન્ને જણા સાથે એક જ કારમાં નીકળ્યાં હતાં.
કપૂર પરિવારના પારિવારિક પ્રસંગોમાં શિખરની હાજરી વધતી જાય છે. અગાઉ , જાહ્નવી પિતા બોની કપૂર તથા બહેન ખુશી કપૂર સાથે ફેમિલી પિકનિક પર નીકળી હતી ત્યારે પણ શિખર પહાડિયા તેમની સાથે જોડાયો હતો આ પહેલાં એક ઈવેન્ટમાં પણ બોની કપૂર અને શિખર સાથે સાથે જોવા મળ્યા હતા.