Get The App

હાઉસફૂલ ફાઈવમાં જેક્લિન, નરસીગ, સોનમ બાજવા, ચિત્રાંગદા અને સૌંદર્યા

Updated: Sep 13th, 2024

GS TEAM

Google News
Google News
હાઉસફૂલ ફાઈવમાં જેક્લિન, નરસીગ, સોનમ બાજવા, ચિત્રાંગદા અને સૌંદર્યા 1 - image


- ફિલ્મની પાંચેય હિરોઈનો નક્કી થઈ ગઈ

- અક્ષય કુમાર ઉપરાંત અભિષેક, રિતેશ, સંજય  દત, ફરદીન , નાના સહિતના કલાકારોને મેળાવડો

મુંબઇ : કોમેડી ફિલ્મ 'હાઉસફૂલ ફાઈવ'ની હિરોઈનો નક્કી થઈ ગઈ છે. ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિઝ, નરગિસ ફખ્રી, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહ અને સૌંદર્યા શર્માની એન્ટ્રી થઈ છે. 

 ફિલ્મનું શૂટિંગ આગામી ૧૫ નવેમ્બરના રોજ લંડનમાં શરૂ થવાનું છે. ૪૫ દિવસ સતત શૂટિંગ કરવામાં આવશે. 

 આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન,સંજયદત્ત, ફરદીન ખાન, નાના પાટેકર, ચંકી પાંડે, જેકી શ્રોફ  સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. 

'હાઉસફૂલ'ના અન્ય તમામ ભાગ કરતાં આ ફિલ્મનું બજેટ વધારવામાં આવ્યું છે. આશરે ૩૦૦ કરોડના બજેટમાં ફિલ્મ બની રહી હોવાનું કહેવાય છે.

Tags :