હુંં એવુ અનુભવ છું જાણે મારા વિરુદ્ધ કોઇ જંગ ચાલી રહી હોય: જેક્લિન
શિલ્પા શેટ્ટીના શો ‘શેપ ઓફ યૂ’ નું પહેલું સીઝન આવી ગયુ છે. તેના પહેલા એપિસોડમાં જેક્લિન ફર્નાંડીસ જોવા મળી હતી. જેમાં તેમણે પોતાની શારીરિક,માનસિક અને ભાવનાત્મક વેલનેસનાં માધ્યમથી પોતાના જીવનના સફર વિશે વાતચીત કરી હતી.
જેક્લિને આ શોમાં પોતાના પર ચાલી રહેલાં વિવાદો વચ્ચે જણાવ્યુ હતુ કે, “ક્યારેક ક્યારેક તમે તમારા વિશે અલગ જ રીતથી કંઇક લખેલુ વાંચો છો, પણ કોઇ તમને આના વિશે પુછવાની તસ્દી નથી લેતુ, ન કોઇ એ બાબત વિશે જાણવા માંગે છે. એવું લાગે છે કે,તમારા વિરુદ્ધ કોઇ જંગ ચાલી રહી છે. પણ આ બધુ તમને એક ખરાબ વ્યક્તિ બનવા પર મજબુર કરી દે છે. પણ હું માત્ર સકારાત્મક રહેવામાં જ જોર આપુ છુ.”
આ શો માં શિલ્પા શેટ્ટીએ જેક્લિનને કહે છે કે, આ બાબત પર કંટ્રોવર્સી થાય કે ન થાય, લોકોને સાઇડમાં મુકીને, આપણે આપણુ જીવન જીવીશુ.
શિલ્પા શેટ્ટીએ જેક્લિનને એક સવાલ કર્યો કે,
તમારો ફેવરેટ બોડી પાર્ટ કયો છે, જેના જવાબમાં જેક્લિને કહ્યું કે, મારા પગ..કંઇક આજ
રીતે વીડિયોમાં એક શિલ્પા શેટ્ટી અને જેક્લિનની સારી એક કેમેસ્ટ્રી જોવા મળી રહી
છે.
જેક્લિન ફર્નાંડીસની આવનારી ફિલ્મ બચ્ચન પાંડે છે, આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર, કૃતિ સેનન અને અરશદ વારસી પણ નજરે પડશે. આ સાથે જ જેક્લિન હૉલીવુડ ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા દર્શાવતી જોવા મળશે.