જેકલિન ફર્નાન્ડિસ રૂપિયા 74 કરોડની સંપત્તિની માલિક છે
- રસપ્રદ વાત તો એ છે કે તેણે 12 વરસની કારકિર્દીમાં 9 ફ્લોપ ફિલ્મો આપી છે
મુંબઇ : જેકલિન ફર્નાન્ડિસ હાલમ ની લોન્ડિરંગ કેસને લઇને ચર્ચામાં છે. એરપોર્ટ પરથી તેને વિદેશ જતી અટકાવામાં આવી હતી અને ૮ ડિસેમ્બરના રોજ તેને પુછપરરછ માટે ઇડીએ બોલાવી હતી.
એક રિપોર્ટના અનુસાર, જેકલિન પાસે કરોડોની પ્રોપર્ટી છે. તેની પાસે લગભગ ૧૦ મિલિયન ડોલર એટલે ે ૭૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એક ફિલ્મ માટ ેલગભગ રૂપિયા ત્રણ થી ચાર કરોડ ચાર્જ કરે છે. સાલ ૨૦૧૯માં તેની વરસની આવક ૯.૫૦ કરોડ રૂપિયા હતી. અ ે વરસે ડિજિટલ પ્લેટફોર્મ પર તેની એક જ ફિલ્મ રીલિઝ થઇ હતી. તે ફિલ્મોમાં કામ કરવાની સાથેસાથે વિજ્ઞાાપનોમાં પણ જોવા મળે છે. ઉપરાંત તેની પાસે મુંબઇમાં પોતાનું એક ઘર છે. શ્રીલંકાના સાઉથ કોસ્ટ પાસે તેનો પોતાનો એક આઇલેન્ડ છે. ઉપરાંત તે રેસ્ટોરન્ટ બિઝનેસ ચલાવે છે. શ્રીલંકા અને કોલંબોમાં તેની પોતાની રેસ્ટોરન્ટ પણ છે.
જેકલિને સાલ ૨૦૦૯થી ફિલ્મ અલાદીનથી બોલીવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે લગભગ ૧૨ વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. જેમાં તેણે જુડવા ટુ, હાઉસફુલ ટુ, સિસેજ સીરિયલ કિલરજેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી રીલિઝ ફિલ્મ હોરર-કોમેડી ફિલ્મ ભૂત-પોલીસ હતી. જેમાં તેની સાથે સૈફઅલી ખાન, ર્્જુન કપૂર, યામી ગૌતમે કામ કર્યું હતું.
જેકલિનનો જન્મ શ્રીલંકામાં થયો છે. તેણે સાલ ૨૦૦૬માં મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધા જીતી હતી અને એ જ વરસે, મિસ યુનિવર્સમાં પોતાના દેશને રિપ્રેઝન્ટ કર્યો હતો.