જેકી અને અનિલ કપૂર ૩ દાયકા પછી શાહરુખની કિંગમાં સાથે દેખાશે
- કિંગ ફિલ્મમાં જેકીની પણ એન્ટ્રી
- કિંગ ફક્ત શાહરુખની ફિલ્મ બની રહેવાને બદલે મલ્ટી સ્ટારર ફિલ્મમાં ફેરવાઈ ગઈ
મુંબઇ : શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ'માં હવે જેકી શ્રોફની પણ એન્ટ્રી થઈ છ. થોડા દિવસો પહેલાં સમાચાર હતા કે આ ફિલ્મમાં અનિલ કપૂર પણ કામ કરી રહ્યો છે. આમ અનિલ કપૂર અને જેકી શ્રોફ આશરે ત્રણ દાયકા પછી એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
બંને કલાકારો 'રામ લખન ' અને 'પરિન્દા' સહિતની અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન અંધારી આલમનો ડોન બન્યો છે, અને અનિલ કપૂર તેના મેન્ટરની ભૂમિકા ભજવશે. જોકે જેકી શ્રોફના પાત્ર વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ કેમિયો કરી રહી છે જ્યારે અર્શદ વરસી પણ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યો છે. શાહરુખે દીકરી સુહાનાની કારકિર્દી બહેતર બનાવવા માટે આ ફિલ્મનું પ્લાનિંગ કર્યું છે. હવે આ ફિલ્મ મલ્ટીસ્ટારર ફિલ્મમાં ફેરવાઈ ગઈ છે.