(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 જુલાઈ 2020, શનિવાર
ઇશા દેઓલ જલદી જ નાના પડદે ડેબ્યુ કરવાની છે. જાણકારીના અનુસાર, સ્ટાર ભારતની પૌરાણિક સીરિયલ જગ જનની મા વૈષ્ણોદેવી સાથે ટચૂકડા પડદે ડેબ્યુ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઇશાની માતા હેમા માલિનીએ પણ ૧૯૯૯માં ટચૂકડા પડદાની સરીયલ જય માતા કીમાં વૈષ્ણવી દેવીનું પાત્ર ભજવ્યું હતું. લાગે છે કે ઇશા પણ માતાના પગલે ચાલી રહી છે. સીરિયલ જગ જનની મા વૈષ્ણો દેવીમાં ઇશા દેોલ વૈષ્ણવીની માતા રાની સમૃદ્ધી દેવીના પાત્રમાં જોવા મળશે.
ઇશા જલદી જ આ અંગેનો કરાર સાઇન કરવાની છે. અને પરિધિ શર્મા સાથે શૂટિંગ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, માતા રાની સમૃદ્ધી દેવીનું પાત્ર આ પહેલા તોરલ રાસપુત્રા નિભાવી રહી હતી. પરંતુ હાલ લોકડાઉન દરમિયાન તોરલે આ સિરીયલમાંથી નીકળી જવાનોનિર્ણય લીધો.
લોકડાફન પછી જ્યારે સિરીયલનું શૂટિંગ ફરી શરૂ થયું ત્યારે તોરલે શૂટિંગ પર પાછા ફરવાની ના પાડી દીધી અને સિરીયલ છોડી દીધી.
તોરલે આ સિરીયલ છોડવાની સ્પષ્ટતા કરતાં કહ્યું હતુ ંકે, બાળકી વૈષ્ણવી સાથે શૂટિંગ કરવામાં મને કોઇ વાંધો નહોતો. પરંતુ હવે વૈષ્ણવી મોટી થઇ ગઇ છે, અને મારી જ વયની અભિનેત્રી સાથે મને મા-પુત્રીનું પાત્ર ભજવવું પસંદ નથી. હું અંગત રીતે આ રોલ સાથે જોડાઇ શકતી નથી. સિરિયલમાં લીપ પછી આ પાત્રને૪૦-૪૫ વરસની અભિનેત્રી યોગ્ય ન્યાય આપી શકે.
ઇશા દેઓલે કારકિર્દીની શરૂઆત ૨૦૦૨ની ફિલ્મ કોઇ મેરે દિલ સે પુછે થી કરી હતી. ટચૂકડા પડદે તે પ્રથમ વખત આવી રહી છે.


