ઇશા દેઓલે જગત જનની મા વૈષ્ણોદેવી સિરિયલ છોડી દીધી
- સિરીયલમાં અચાનક મોટા ફેરફાર કરવાથી ઇશા નારાજ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 06 જુલાઈ 2020, સોમવાર
તાજેતરમાં જ સમાચાર હતા કે, ઇશા દેઓલ ટચૂકડા પડદે ડેબ્યુ કરી રહી છે. જગત જનની મા વૈષ્ણો દેવીમાં વૈષ્ણવીની માતાનું પાત્ર ભજવવાની છે. પરંતુ ઇશાએ થોડા દિવસો શૂટિંગ કરીને હવે આ સિરીયલ છોડી દીધી છે. ઇશાને આપેલ પાત્રની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાથી ઇશા નારાજ થઇ ગઇ અને તેણે કામ કરવાનો નનૈયો ભણી દીધો.
ઇશાએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતુ કે, વૈષ્ણવ દેવીની સ્ટોરી લાઇનમાં મેકસે અચાનક બદલાવ કરી દીધો. શોના નવા એપિસોડમાં લીપ જોવા મળશે. ટીારપી રેટિંગ સુધારવા મમાટે મમેકર્સ આમ કરી રહ્યા છે. મને સીરિયલ જગત જનની મા વૈષ્ણો દેવીના લીપ માટે અગાઉથી જણાવામાં આવ્યું હતું. પરંતુ મને જરા પણ અંદાજ નહોતો કે લીપ આટલું જલદી આવશે. મેં આજ સુધી એક યુવાન યુવતીની માતાનું પાત્ર ભજવ્યું નથી.
ઇશાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં સીરિયલ જગત જનની મા વૈષ્ણો દેવીનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. અચાનક મોટા ફેરફારની જાણ થતા જ હું શોથી છૂટી થઇ ગઇ. મને આજે પણ આ વાતનો વિશ્વાસ નથી થઇ રહ્યો કે મેં આ શોને છોડી દીધો છે. સ્ક્રિપ્ટમાં કરેલા બદલાવને કારણે મને લાગ્યું હતુ ંકે એક યંગ યુવતીની માતાના પાત્રમાં હું યોગ્ય લાગીશ નહીં. મેં મેકર્સ સાથે પણ આ બાબતે વાતચીત કરી હતી અને પછીથી મેં આ સીરિયલ છોડવાનો નિર્ણય લીધો.